________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કર્તા અધિકાર]
[ ૨૫ ૩. નયોઃ- (૧) આ ગાથામાં ત્રણ નયો કહ્યા છે-(૧) શુદ્ધય, (૨) નિશ્ચયન, (૩) વ્યવહારનય. અહીં વ્યવહારનયે જીવને પુદગલકર્મ-નોકર્મ આદિનો કર્તા કહ્યો છે; ઉપર “કર્તાપણું” અને જીવનું કર્તાપણું એ મથાળા નીચે જીવ પરનો કર્તા કદીપણ નથી એમ બતાવ્યું છે. પણ પુદગલની ક્રિયા વખતે કયા જીવનો રાગાદિ વિકારભાવ નિમિત્ત હતો તેટલું જ્ઞાન કરાવવા માટે વ્યવહારનયે” કર્તા કહ્યો છે. , પરંતુપદ્રવ્યની પર્યાયનો કર્તા-હર્તા જીવ કદીપણ થઈ શકતો નથી એમ સમજવુ.
(૨) શુદ્ધનયઃ- શુદ્ધનયથી જીવ પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપના આશ્રયે શુદ્ધભાવોનો કર્તા છે. સંવર-નિર્જરા-મોક્ષ-નિશ્ચયસમ્યકદર્શનજ્ઞાન-ચારિત્ર-નિશ્ચયપ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન, આલોચના, ધ્યાન, ભક્તિ, પ્રાયશ્ચિત, સમાધિ આદિ સર્વે નિશ્ચયક્રિયા-જે સત્ વીતરાગી ક્રિયા છે, તેનો જીવ કર્તા છે.
(૩) નિશ્ચયનય- જીવ પોતાના દોષથી રાગાદિ ચેતન ભાવકર્મોનો કર્તા છે. શુભાશુભ ભાવોનો (ચેતન કર્મોનો ) જીવ કર્તા છે. પુદ્ગલકર્મનો ઉદય તે ચેતન ભાવોનો કર્તા નથી, એમ બતાવવા માટે તેને “નિશ્ચયનય” “એવી સંજ્ઞા આપવામાં આવે છે. પણ તે નિશ્ચયનય અશુદ્ધ નિશ્ચયનય છે. શુદ્ધનયની અપેક્ષાએ તે પણ “વ્યવહારનય' છે. આ ગાથામાં કહેલો “વ્યવહારનય' તે પર સાથેનો સંબંધ બતાવે છે.
૧. જુઓ શ્રી સમયસારમાં શ્રી જયસેન આચાર્ય ટીકા. ગા. પ૭ પૃ. ૧૦૨, ૧૧૩થી
૧૧૫, ૧૩૭–૩૮.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com