________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનોપયોગના ભેદ]
[ [ ૧૫ અને (મન: પર્યા:) મન:પર્યયજ્ઞાન (વનં) અને કેવળજ્ઞાન-એ રીતે (જ્ઞાન) જ્ઞાનોપયોગ (અષ્ટવિન્ડં) આઠ પ્રકારનો છે (૨) તેમજ એ જ્ઞાન ઉપયોગ (પ્રત્યક્ષ-પરોક્ષમેલં) પ્રત્યક્ષ અને પરોક્ષ ભેદથી બે પ્રકારે છે. ભાવાર્થ
(૧) ભેદોના પ્રકારો- (૧) જ્ઞાનોપયોગના બધા મળીને આઠ ભેદો છે. તેમાં કુમતિ અને કુશ્રુત બધા મિથ્યાદષ્ટિઓને હોય છે. સર્વ મિથ્યાદષ્ટિ દેવો, દેવીઓ તથા નારકીઓને કુઅવધિ પણ હોય છે. કોઈ – કોઈ મિથ્યાદષ્ટિ મનુષ્ય-તિર્યંચને પણ કુઅવધિ હોય છે. સમ્યકુમતિ-શ્રત એ બે જ્ઞાન સર્વ છદ્મસ્થ સમ્યગ્દષ્ટિઓને હોય છે સુઅવધિ જ્ઞાન કોઈ કોઈ છમી સમ્યગ્દષ્ટિને હોય છે. મન:પર્યયજ્ઞાન કોઈ કોઈ ભાવલિંગી મુનિને હોય છે. તીર્થંકરદેવને મુનિદશામાં તથા ગણધરદેવને તે જ્ઞાન નિયમથી હોય છે. કેવળજ્ઞાન કેવળી અને સિદ્ધિભગવંતો સર્વને હોય છે.
(૨) મિથ્યાજ્ઞાન – અજ્ઞાન - કુશાનઃ- મિથ્યાષ્ટિઓનું મતિશ્રુતજ્ઞાન અન્ય શેયમાં લાગે પણ પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનો યથાર્થ નિર્ણય કરવામાં ન લાગે એ જ્ઞાનનો જ દોષ છે; તેથી તેને ‘મિથ્યાજ્ઞાન” કહ્યું છે, તે જ્ઞાનને તત્ત્વજ્ઞાનના અભાવથી “અજ્ઞાન” કહ્યું છે, તથા પોતાનું પ્રયોજન સાધતું નથી માટે તેને જ “કુશાન” કહ્યું છે.
(૩) પ્રત્યક્ષ-પરોક્ષ- જ્ઞાનના પ્રત્યક્ષ પરોક્ષ એવા બે ભેદો પણ છે. (જુઓ ગા, ૪૨)
તાત્પર્ય - નિજ શુદ્ધાત્માનાં સમ્યકશ્રદ્ધાન-જ્ઞાન-અનુચરણલક્ષણ- એકાગ્ર ધ્યાન વડે ચાર ઘાતિ કર્મોનો ક્ષય થતાં જે ઉત્પન્ન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com