________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લઘુ દ્રવ્ય-સંગ્રહ]
[ ૨૧૩ છે, કર્મોનો એકદેશ ક્ષય નિર્જરા છે, વળી તે નિર્જરા અભિલાષા સહિત અર્થાત્ (સકામ અને અવિપાક) તથા અભિલાષા રહિત (અકામ અને સવિપાક ) એમ બે પ્રકારની છે. ૧૭.
कम्म बंधण-बद्धस्स सब्भूदस्संतरप्पणो। सव्वकम्म-विणिम्मुक्को मोक्खो होई जिणेडिदो।।१८।।
અર્થ- કર્મોના બંધનથી બંધાએલ સબૂત (પ્રશસ્ત) અંતરાત્માનું જે સર્વ કર્મોથી પૂર્ણરૂપથી મુક્ત થવું-છૂટવું તે મોક્ષ છે; એમ શ્રી જિનેન્દ્રદેવે વર્ણન કર્યું છે. ૧૮.
सादाऽउ-णामगोदाणं पयडीओ सुहा हवे। पुण्ण तित्त्थयरादी अण्णं पावं तु आगमे।। १९ ।।
અર્થ:- સાતવેદનીય, શુભઆયુ, શુભનામ, શુભગોત્ર અને તીર્થકર આદિ પુણ્યપ્રકૃતિ છે, અન્ય બાકીની પાપ છે, એમ પરમાગમમાં કહ્યું છે. ૧૯.
णासह णर-पज्जओ अप्पज्जइ देवपज्जओ तत्थ। जीवो स एव सव्वस्सभंगुप्पाया धुवा एवं ।। २० ।।
અર્થ- મનુષ્ય પર્યાય નષ્ટ થાય છે, દેવ પર્યાય ઉત્પન્ન થાય છે, તથા જીવ તેનો તે જ રહે છે, આમ સર્વ દ્રવ્યોને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય હોય છે. ૨૦.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com