________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અર્થ-સંગ્રહ ]
[ ૨૦૧
સ્થાવરઃ- પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયિક જીવને સ્થાવર અથવા એકેન્દ્રિય કહે છે. સ્થાવર નામકર્મના ઉદયના કારણે તેમને સ્થાવર કહેવામાં આવે છે.
સ્વદેહપરિમાણઃ- સમુદ્દાત અવસ્થાને છોડીને નામકર્મના ઉદયથી પ્રાસ થયેલા પોતાના નાના-મોટા શ૨ી૨ પ્રમાણે રહેવું તે.
સ્થળઃ- તલ, બોર વગેરે એકબીજાથી નાનું મોટું છે તે અપેક્ષિત સ્થૂળ છે અને સંયોગમાત્રપણે બીજાથી બાધા પામે, રોકાય અને બીજાને બાધા કરે, રોકે તે ખરેખર સ્થૂળ છે અને તેનાથી વિપરીત તે ખરેખર સૂક્ષ્મ છે.
શાસ્ત્રઃ- જેમાં અનેકાન્તરૂપ સાચા જીવાદિ તત્ત્વોનું નિરૂપણ છે તથા જે સાચો રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ દેખાડે છે તે જૈનશાસ્ત્રો છે.
(મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૨૨૮.)
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com