________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૦]
[ દ્રવ્યસંગ્રહ
દયાનું ઉપકરણ પીંછી, શૌચનું ઉપકરણ કમંડલ અને જ્ઞાનનું ઉપકરણ સુશાસ્ત્ર હોય છે. તેઓ શાસ્ત્રકથિત ૪૬ દોષ, ૩ર અંતરાય, ૧૪ મલદોષથી બચાવીને શુદ્ધ આહાર લે છે અને તે જ મોક્ષમાર્ગના સાધક સાચા સાધુ છે અને તે જ ગુરુ કહેવાય છે. શ્રી અહંત અને સિદ્ધભગવાન દેવ અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તે ગુરુ છે. ).
સિદ્ધપરમેષ્ટી- જ્ઞાનાવરણાદિ આઠ કર્મોનો નાશ કરી સિદ્ધાલયમાં
(-લોકાગ્રે) સ્થિત, સમ્યકત્વાદિ ગુણોના ધારક, શુદ્ધ ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય સહિત છે અને પુનરાગમનરહિત છે.
સૂક્ષ્મ સ્કંધઃ- જે બીજાથી બાધા પામે નહિ અને બીજાને બાધા આપે
નહિ, બીજાથી રોકાય નહિ અને બીજાને રોકે નહિ.
સૂક્ષ્મ એકેન્દ્રિય- સૂક્ષ્મ નામે નામકર્મના ઉદયથી પ્રાપ્ત સૂક્ષ્મશરીરી જીવ
જેને માત્ર એક સ્પર્શન ઈન્દ્રિય હોય છે.
સંસ્થાન-ત્રિકોણ, ચતુર્કોણ વગેરે આકાર. સંશય:- નિશ્ચયરહિત અનેક વિકલ્પોને ગ્રહણ કરવાવાળું કુશાન. સંસારી:- મનુષ્ય, દેવ, તિર્યંચ (-પશુ) અને નારક એ ચાર ગતિવાળા
જીવ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com