SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૮] [દ્રવ્યસંગ્રહ સમિતિ- (૧) નિશ્ચયથી અનંતજ્ઞાનાદિ સ્વભાવધારક નિજ આત્મામાં સમ્યક પ્રકારે સમસ્ત રાગાદિ વિભાવના ત્યાગપૂર્વક આત્મામાં લીન થવું, આત્માનું ચિંતન કરવું, તન્મય થવું આદિ રૂપથી જે અયન-ગમન-પરિણમન તે સમિતિ છે. (૨) વ્યવહારથી આચારગ્રંથકથિત ઈર્ષા, ભાષા, એષણા, આદાનનિક્ષેપણ અને વ્યુત્સર્ગ એ પાંચ સમિતિ છે. સમુદ્યાત- મૂળ શરીરને છોડ્યા વિના આત્માના પ્રદેશોનું વિસ્તારરૂપે બહાર નીકળવું. સમ્યજ્ઞાન- સંશયાદિ રહિત સ્વ-પરના નિશ્ચયવાળું જ્ઞાન. સર્વજ્ઞ- ત્રણ લોક, અલોક અને ત્રણ કાળવર્તી સમસ્ત પદાર્થોને એકી સાથે એક સમયમાં સ્પષ્ટ-પ્રત્યક્ષ જાણનાર. સર્વ સાધુ પરમેષ્ઠી:- જે નિશ્ચય સમ્યકદર્શનાદિ સહિત છે. વિરાગી બની પરિગ્રહ છોડી, શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરી અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે, પદ્રવ્યમાં અહંબુદ્ધિ ધારતા નથી, પોતાના જ્ઞાનાદિ સ્વભાવોને જ પોતાના માને છે, પરભાવોમાં મમત્વ કરતા નથી, કોઈને ઈષ્ટ-અનિષ્ટ માની રાગ-દ્વેષ કરતા નથી. હિંસાદિરૂપ અશુભપયોગનું તો અસ્તિત્વ જ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy