SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અર્થ-સંગ્રહ] [ ૧૯૭ વ્યયઃ- દ્રવ્યના પૂર્વ પર્યાયના ત્યાગને વ્યય કહે છે. (દરેક દ્રવ્યમાં નિરંતર દરેક સમયે નવીન પર્યાય (અવસ્થા) ની ઉત્પત્તિપૂર્વક પૂર્વપર્યાયનો (અપ્રગટ થવારૂપ) વ્યય થયા જ કરે છે.) વ્યવહારકાળઃ- સમય, ઘડી, કલાક, મિનિટ વગેરે. વ્યવહારનયઃ- જે ગુણ-ગુણીભેદ, પરાશ્રય અથવા સંયોગના લક્ષ કારણ-કાર્યાદિના ભેદ બતાવે તે શ્રુતજ્ઞાનનો અંશ. વ્યવહારમોક્ષમાર્ગ:- નિશ્ચય મોક્ષમાર્ગી જીવને સ્વરૂપમાં એકાગ્ર ન રહી શકે ત્યારે શ્રી વીતરાગ સર્વજ્ઞદેવકથિત છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, સાત તત્ત્વ નવ પદાર્થનું ભેદરૂપ શ્રદ્ધાન, જ્ઞાન અને વ્રતાદિરૂપ આચરણ એ વ્યવહારમોક્ષમાર્ગ છે. (જે અસદભૂત ઉપચરિત વ્યવહારનયનો વિષય છે.) શબ્દ- શ્રોત્રેન્દ્રિયનો વિષય. શ્રુતજ્ઞાન- મતિજ્ઞાનથી જાણેલા પદાર્થના સંબંધથી અન્ય પદાર્થને જાણવાવાળા જ્ઞાનને શ્રુતજ્ઞાન કહે છે તથા આત્માની શુદ્ધ અનુભૂતિરૂપ શ્રુતજ્ઞાનને ભાવશ્રુતજ્ઞાન કહે છે. સમનસ્કઃ- સંજ્ઞી-મનસહિત જીવ, હિતમાં પ્રવર્તવાની અહિતથી દૂર રહેવાની શિક્ષા, ક્રિયા, ઉપદેશ વગેરેનું જે ગ્રહણ કરે છે તે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy