________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪]
[દ્રવ્યસંગ્રહું પર્યાસિ- (૧) પૂર્ણતા. (૨) પુદ્ગલપરમાણુઓને આહાર, શરીર,
ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મનરૂપે થવામાં નિમિત્તરૂપ જીવની શક્તિની પૂર્ણતા.
પાપ- જીવની અશુભભાવ (-ભાવપાપ) અને અશુભભાવોથી બંધાયેલું
કર્મ તે દ્રવ્યપાપ છે.
પુદગલદ્રવ્યઃ- જે દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય તે પુદ્ગલ દ્રવ્ય
પ્રકૃતિબંધ:- જ્ઞાનાવરણીય આદિરૂપ પુદ્ગલકર્મોનો સ્વભાવ છે. પ્રદેશબંધ- બંધાયેલાં કર્મપરમાણુઓનું આત્માના પ્રદેશો સાથે
વિશિષ્ટપણે એકક્ષેત્રાવગાહ સંબંધપણે રહેવું અથવા તે કર્મોના પરમાણુઓની સંખ્યાને પ્રદેશબંધ કહે છે.
પ્રમાદ- આત્મસ્વરૂપની અસાવધાની અથવા પરવસ્તુ તરફ ઉત્સાહ,
શુભ-અશુભભાવમાં વર્તવું તે પણ પ્રમાદ છે. બંધ:- આત્મા અને કર્મોના પ્રદેશોનું પરસ્પર એકક્ષેત્રાવગાહરૂપે સંબંધ
વિશેષપણે રહેવું તે.
બાહ્યક્રિયા:- શુભ અને અશુભ વચન અને કાયાની ક્રિયા.
ભાવ આસવઃ- આત્માના જે ભાવથી (મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com