________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અર્થ-સંગ્રહ]
[૧૯૩
૫૨મેષ્ઠીઃ- ૫૨મ (ઉત્કૃષ્ટ) પદમાં રહેવાવાળા અદ્વૈત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુદશાને પ્રાપ્ત આત્મા.
(નોંધઃ અદ્વૈત અને સિદ્ધ પરમાત્મપણું તે આત્માની પૂર્ણદશા, સાધ્યદશા મોક્ષતત્ત્વ છે, તથા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુપરમેષ્ઠી તે આત્માની અપૂર્ણ નિર્મળ દશા, સાધકદશા (મોક્ષમાર્ગ-શુદ્ધ રત્નત્રયરૂપ મુનિપદ ) અને સંવરનિર્જરાતત્ત્વ છે. એ પાંચે પરમપદ આત્મામાંથી આત્મા વડે આત્માના આધારે પ્રાપ્ત થાય છે.)
પરીષહઃ- કર્મોના ક્ષય અર્થે, શુદ્ધરત્નત્રયરૂપ મોક્ષમાર્ગમાંથી ન ડગવા માટે, સ્વરૂપમાં સ્થિર થઈ (બાહ્ય અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગોની ઉપેક્ષા વડે) રાગ-દ્વેષ ઉત્પન્ન થવા ન દેવા અર્થાત્ સમ્યક્ પ્રકારે સ્વરૂપમાં જ્ઞાતાદષ્ટાપણે સાવધાન રહેવું તેનું નામ ૫રીષહ અથવા પરીષહજય છે.
પરોક્ષ જ્ઞાન:- પાંચ ઇન્દ્રિયો અને મન જેમાં નિમિત્ત છે એવું જ્ઞાન. મતિ અને શ્રુત એ બે પરોક્ષ જ્ઞાન છે.
પ્રત્યક્ષશાનઃ- ઇન્દ્રિયો અને મનના આલંબન વિના આત્મા પોતાના સ્પષ્ટ જ્ઞાનથી એકદેશ અથવા સંપૂર્ણપણે પ્રત્યક્ષ જાણે તે. તેના ત્રણ ભેદ છે-અવિધ, મન:પર્યય અને કેવળજ્ઞાન.
૫૨માણુ:- અતિસૂક્ષ્મ અણુ જેનો ભાગ ન થઈ શકે તે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com