________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૯૨ ]
[દ્રવ્યસંગ્રહ
ધર્મ:- જે સંસારના દુ:ખોથી છોડાવી મોક્ષરૂપી ઉત્તમ સુખની પ્રાપ્તિ કરાવે તે, સમ્યક્ત્નત્રય (શુદ્ધદર્શન-જ્ઞાન-ચારિત્ર ), ઉત્તમક્ષમાદિ
વીતરાગભાવ.
ધર્મદ્રવ્યઃ- સ્વયં ગતિરૂપ પરિણત જીવ અને પુદ્દગલોને ગમન કરતી વખતે જે દ્રવ્ય નિમિત્ત છે તે. જેમ માછલીને પાણી.
ધ્યાનઃ- સમ્યકજ્ઞાન દ્વારા પોતાના આત્માને આત્મામાં એકાગ્ર કરવો. ધ્રૌવ્યઃ- પ્રત્યભિજ્ઞાનના કારણરૂપ દ્રવ્યની નિત્યતાને ધ્રૌવ્ય કહે છે. નયઃ- શ્રુતજ્ઞાનપ્રમાણનો અંશ, જ્ઞાતાનો અભિપ્રાય.
નિર્જરાઃ- બંધનો એકદેશ અભાવ.
નિશ્ચયનય:- ભેદ, પરાશ્રયને ગૌણ કરી પદાર્થને યથાર્થ જાણનાર શ્રુતજ્ઞાનનો અંશ તે નિશ્ચયનય છે.
નિશ્ચયચારિત્ર:- નિશ્ચય સમ્યગ્દર્શનપૂર્વક સ્વરૂપમાં ચરવું તે, નિજ સ્વભાવમાં પ્રવર્તવું–શુદ્ધ ચૈતન્યનું પ્રકાશવું એવો તેનો અર્થ છે. મોહ-ક્ષોભરહિત પરિણામ સામ્ય, ધર્મ અને ચારિત્ર ( –વિતરાગભાવ ) એ બધા એકાર્થવાચક છે. (પ્રવચનસાર ગાથા ૭ ટીકા.)
૫૨મધ્યાનઃ- મન, વચન, કાયા–સન્મુખ રોકાયેલા જીવના પરિણામને અંતર્મુખ કરી નિજસ્વરૂપમાં સ્થિર થવું તે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com