SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૦] [દ્રવ્યસંગ્રહ પ્રવૃત્તિ અટકી જવી તેને ગુતિ કહે છે. ઘાતિકર્મ - આત્માના જ્ઞાન, દર્શન, સુખ, (–સમ્યકત્વ ચારિત્ર) અને વીર્યગુણના વિભાવપરિણમનમાં નિમિત્તરૂપ દ્રવ્યકર્મ. ચક્ષુદર્શન:- નેત્રના સંબંધથી થતા મતિજ્ઞાનની પહેલાં થનાર સામાન્ય પ્રતિભાસ અથવા અવલોકનને ચક્ષુદર્શન કર્યું છે. ચૈતન્ય:- જ્ઞાન તથા દર્શન ઉપયોગ જેમાં રહેલ છે તે. છદ્મસ્થ:- લાયોપથમિક (–મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય) જ્ઞાનધારક સંસારી જીવ. છાયા- તડકામાં મનુષ્યાદિનો પડછાયો અથવા દર્પણમાં મુખનું પ્રતિબિંબ. જિન:- મિથ્યાત્વ અને રાગાદિને જીતનાર. (અસંતસમ્યગ્દષ્ટિ, શ્રાવક અને મુનિને જિન કહી શકાય છે. ) જિનવર- જિનોમાં જે શ્રેષ્ઠ હોય તે શ્રી ગણધરદેવ પણ જિનવર કહેવાય છે. જિનવરવૃષભ- જિનવરોમાં પણ જે શ્રેષ્ઠ હોય છે તે. દરેક તીર્થંકર ભગવાન “જિનવરવૃષભ” (ભાવ અપેક્ષાએ) કહેવાય છે. જીવ- જેમાં ચેતના એટલે જ્ઞાન-દર્શન પ્રાપ્ત હોય તે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy