________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અર્થ-સંગ્રહ]
[૧૮૯
કષાય:- જેનાથી (વર્ષ = સંસારરૂપ, દુઃખ, ગાય = લાભ) સંસારની
વૃદ્ધિ થાય. આત્માના કલુષિત પરિણામ જેવાં કે મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ અથવા મોહ, રાગ, દ્વેષ વગેરે.
કાય:- ઘણા પ્રદેશોનો સમૂહ.
કાળદ્રવ્યઃ- પોતપોતાની અવસ્થારૂપે સ્વયં પરિણમતા જીવાદિ દ્રવ્યોને
પરિણમનમાં નિમિત્તરૂપ છે તેને કાળદ્રવ્ય કહે છે. જેમકે કુંભારના ચાકને ફરવા લોઢાનો ખીલો.
કેવળદર્શન- કેવળજ્ઞાનની સાથે થનાર સામાન્ય અવલોકનને કેવળદર્શન
કહે છે.
કેવળજ્ઞાન- ત્રણ લોક અને ત્રણ કાળવર્તી સમસ્ત પદાર્થોને એકી સાથે
એક સમયમાત્રમાં સ્પષ્ટ જાણે એવું સંપૂર્ણ પ્રત્યક્ષજ્ઞાન.
કેવલિનાથ - કેવળજ્ઞાન આદિ અનંત ચતુષ્ટયના ધારક કેવળી ભગવાન.
ગુણસ્થાન:- મોહ-યોગના સદ્દભાવ વા અસદુભાવથી આત્માના
સમ્યકદર્શન, જ્ઞાન, ચારિત્ર અને યોગ આદિની થવાવાળી
અવસ્થાઓને ગુણસ્થાન કહે છે. ગુણિ- મોહ-રાગ-દ્વેષના અભાવને લીધે અખંડ અદ્વૈત પરમચિટૂપમાં
સમ્યકપણે અવસ્થિત રહેતાં, મન, વચન, કાયા તરફની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com