________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૮૬ ]
[દ્રવ્યસંગ્રહ
અવધિદર્શનઃ- અવધિજ્ઞાન પહેલાં થનાર સામાન્ય પ્રતિભાસ અથવા અવલોકન.
અવિપાક નિર્જરાઃ- આત્માના શુદ્ધભાવ વડે સ્થિતિ પૂરી થયા પહેલાં કર્મોનું ખરવું.
અસ્તિકાય:- જેને હોવાપણું અને કાય (−બહુપ્રદેશી) પણું છે એવાં દ્રવ્ય (તેનાં નામ-જીવ, પુદ્દગલ, ધર્મ, અધર્મ, આકાશ.)
આકાશઃ- જીવ, પુદ્દગલાદિ બધાં દ્રવ્યોને અવકાશ આપનાર દ્રવ્ય જે અનંતપ્રદેશી અખંડ અને ક્ષેત્રે સર્વવ્યાપક એવું અજીવ ( અચેતન ) દ્રવ્ય છે.
આચાર્ય પરમેષ્ઠીઃ- જે નિશ્ચય સમ્યગ્દર્શનાદિ સહિત છે; ઉપરાંત વિરાગી બની, સમસ્ત પરિગ્રહ છોડી, શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરી અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે, પરદ્રવ્યમાં અ ંબુદ્ધિ ધારતા નથી, પોતાના જ્ઞાનાદિ સ્વભાવોને જ પોતાના માને છે, પરભાવોમાં મમત્વ કરતા નથી, કોઈને ઇષ્ટઅનિષ્ટ માની તેમાં રાગ-દ્વેષ કરતા નથી, હિંસાદિરૂપ અશુભ ઉપયોગનું તો અસ્તિત્વ જ જેને રહ્યું નથી. એવી અંતરંગ દશા થતાં બાહ્ય દિગંબર સૌમ્યમુદ્રધારી થયા છે. ૨૮ મૂલગુણોને જેઓ અખંડિત પાળે છે. ૧૦ ઉત્તમક્ષમાદિ ધર્મ, ૧૨ પ્રકારના તપ, ૫ દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com