________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અર્થ-સંગ્રહ]
[૧૮૭
અને વીર્યાચાર- એ પાંચ આચાર, ૬ આવશ્યક (-સામાયિક, ચોવીસ તીર્થંકર અથવા પંચપરમેષ્ટીની સ્તુતિ, વંદના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને કાર્યોત્સર્ગ), ૩ ગુતિ (મન, વચન, કાયગતિ )-એ પ્રમાણે ૩૬ ગુણ પોતે પાળે છે અને બીજા ભવ્ય જીવોને પળાવે છે એવા આચાર્ય જેઓ મુનિઓના સંઘના અધિપતિ હોય છે.
આતપ- સૂર્ય અને સૂર્યકાન્તમણિમાં રહેવાવાળો ખાસ ગુણ.
આયુકર્મ:- જેના નિમિત્તે પોતાની સ્થિતિ સુધી પ્રાપ્ત થયેલ શરીરનો
સંબંધ (જીવન) છૂટી શકતો નથી તે કર્મને આયુકર્મ કહેવામાં આવે છે. (આયુ ચાર પ્રકારના છે-દેવ, મનુષ્ય, તિર્યંચ (-પશુ) અને નારક.)
આસવ- આત્માની મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગરૂપ
મલિન અવસ્થા તે ભાવાસ્રવ અને જ્ઞાનાવરણાદિ આઠ કર્મોરૂપ
થવાને યોગ્ય કાર્મણવર્ગણાનું આવવું તે દ્રવ્યાસ્રવ છે. ઇન્દ્રિય:- આત્માના અસ્તિત્વને બતાવનાર અને પરોક્ષજ્ઞાનની ઉત્પત્તિમાં
નિમિત્ત.
ઉત્પાદ- દ્રવ્યમાં નવી પર્યાયનું પ્રગટ થવું તે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com