________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪]
[ દ્રવ્યસંગ્રહ અગ્નિ અને વાયુ એ ચાર ધાતુઓનું કારણ છે તે પરમાણુ જાણવો-કે જે પરિણામ ગુણવાળો છે અને સ્વયં અશબ્દ
છે.
(પંચાસ્તિકાય ગા. ૭૭-૭૮.) અધર્મદ્રવ્ય:- સ્વયં ગતિપૂર્વક સ્થિતિ પરિણામને પ્રાપ્ત પુદ્ગલ અને
જીવોને સ્થિર રહેવામાં સહકારી કારણ અધર્મદ્રવ્ય છે-જેમ
પથિકને છાયા. અનુપ્રેક્ષા- જેવો પોતાનો અને શરીરાદિનો સ્વભાવ છે તેવો ઓળખીને
ભ્રમ છોડવો; શરીરાદિને ભલા જાણી રાગ ન કરવો અને બુરા જાણી દ્વષ ન કરવો. આવી સાચી ઉદાસીનતા અર્થે નિત્ય જ્ઞાનાનંદમય નિજાત્મતત્ત્વના લક્ષે અનિત્યત્વ વગેરેનું યથાર્થ ચિંતવન કરવું તેમાં જેટલી વીતરાગતા વધે છે તેટલા અંશે સંવર-નિર્જરા છે અને રાગ રહે તે બંધનું કારણ છે. આ અનુપ્રેક્ષા સમ્યગ્દષ્ટિને જ હોય છે.
(મોક્ષશાસ્ત્ર અ. ૯, સૂ. ૭ ) અનુભાગબંધઃ- જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મોના તીવ્ર-મંદ રસ વિશેષને
અનુભાગબંધ કહે છે. અત્યંતરક્રિયારો- શુદ્ધાત્મ-અનુભવના બળ વડે સ્થિરતાનુસાર
શુભ-અશુભ મનના વિકલ્પરૂપ ક્રિયાના વ્યાપારનો રોધ થવો તે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com