________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તપ, વ્રત અને શ્રુતમાં...]
[૧૭૭ શુદ્ધ છે તેને આગમ કહેલ છે. ભગવાન અહંતના મુખકમળથી નીકળેલો સકળ જનતાને શ્રવણનું સૌભાગ્ય મળે એવો સુન્દર આનંદ ઝરતો અનક્ષરાત્મક દિવ્યધ્વનિ છે અને તે ઉપરથી ગણધરદેવોએ તથા તેને અનુસરીને આચાર્યો આદિ જ્ઞાનિઓએ જે વીતરાગી શાસ્ત્રો રચ્યાં તે આગમ છે.
(૫) જે આગમ મોક્ષમાર્ગનો પ્રકાશ કરે તે જ આગમ વાંચવા-સાંભળવા યોગ્ય છે; કારણ કે જીવો સંસારમાં નાના પ્રકારનાં દુઃખોથી પીડિત છે. જો શાસ્ત્રોરૂપી દીપક વડે મોક્ષમાર્ગને પામે તો તે મોક્ષમાર્ગમાં ગમન કરી એ દુઃખોથી મુક્ત થાય. હવે મોક્ષમાર્ગ તો એક વીતરાગભાવ છે, માટે શાસ્ત્રોમાં કોઈ પ્રકારે રાગ-દ્વેષ-મોહનો નિષેધ કરી, વીતરાગભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે જ શાસ્ત્રો વાંચવાસાંભળવા યોગ્ય છે.
(૬) આ જીવનું મુખ્ય કર્તવ્ય આગમજ્ઞાન છે. એ થતાં તત્ત્વોની શ્રદ્ધા થાય, તત્ત્વશ્રદ્ધા થતાં સંયમ થાય છે. આગમથી આત્મજ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે. જેથી સહજ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધર્મનાં અનેક અંગો છે તેમાં પણ એક ધ્યાન વિના આનાથી ઊંચું
ધર્મનું
૧. નિયમસાર ગાથા ૮. ૨. નિયમસાર ગાથા ૧૦૮. ૩. મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૧૫. ૪. મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૨૪.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com