________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬ ]
[દ્રવ્યસંગ્રહ ૨. દ્રવ્યશ્રુત- (૧) ખરેખર આગમ વિના પદાર્થોનો નિશ્ચય કરી શકાતો નથી, કારણ કે, આગમ જ જેને ત્રણે કાળે ઉત્પાદ-વ્યયધ્રૌવ્યરૂપ ત્રણ લક્ષણો વર્તે છે એવા સકળ પદાર્થસમૂહના યથાતથજ્ઞાન વડ સુસ્થિત અંતરંગથી ગંભીર છે. મુમુક્ષુએ ભગવાન અહંત સર્વજ્ઞથી સ્વયં જાણીને કહેવાયેલા શબ્દબ્રહ્મમાં કે જેમાં અનેકાંતરૂપી લક્ષણ પ્રગટ છે તેમાં નિષ્ણાત થવું, કેમકે પદાર્થોના નિશ્ચય વિના ધ્યાનરૂપ એકાગ્રતા સિદ્ધ થતી નથી.
(૨) ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવ એવો જે નિજપરમાત્મપદાર્થ તેમાંથી શરૂ કરીને બધા પદાર્થો સંબંધીનો નિર્ણય આગમથી થાય છે. જીવભેદ-કર્મભેદ પ્રતિપાદક આગમ અભ્યાસ ઉપરાંત આગમશબ્દોમાં સારભૂત ચિદાનંદ એક પરમતત્ત્વ છે તેનાં પ્રકાશક અધ્યાત્મ પરમાગમો વડે પદાર્થની પિછાન થઈ શકે છે, માટે આગમ-પરમાગમનો અભ્યાસ કરવો જરૂરી છે.
(૩) જેમાં અનેકાન્તરૂપ સાચા જીવાદિ તત્ત્વોનું નિરૂપણ છે તથા જે સાચો રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ દર્શાવે છે તે જૈનશાસ્ત્રોની ઉત્કૃષ્ટતા છે.
(૪) તીર્થંકર પરમદેવની વાણી જે પૂર્વાપર દોષરહિત તથા
૧. પ્રવચનસાર ગા. ૨૩૨, પૃ. ૩૭૯ તથા શ્રીજયસેનજીની ટીકા પૃ. ૩૨૦. ૨. મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૨૨૮.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com