________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
તપ, વ્રત અને શ્રુતમાં... ]
[ ૧૭૫
અન્વયાર્થ:- (યસ્માત્ ) જેથી કરીને (તપ: શ્રુતવ્રતવાન્) તપ, શ્રુત અને વ્રતને ધારણ કરનાર (શ્વેતા) આત્મા (ધ્યાનરથરન્દર:) ધ્યાનરૂપી રથની ધુરાને ધારણ કરનાર (ભવૃત્તિ) થાય છે, (તસ્માત્) તે કારણથી (તત્ત્વન્ધ્ય) તે ૫૨મ ધ્યાનની પ્રાપ્તિ માટે (સવા) નિરંતર (તત્રિનિરતા:) તપ, શ્રુત અને વ્રત એ ત્રણમાં લીન (ભવત) થાઓ.
ભાવાર્થ:- ૧. તપઃ- (૧) મોક્ષશાસ્ત્ર (તત્ત્વાર્થસૂત્ર ) મા ‘તપસા નિર્બરા 7' કહ્યું છે. અર્થાત્ તપથી નિર્જરા પણ થાય છે. શુભ-અશુભ ઇચ્છાઓ મટતાં ઉપયોગ શુદ્ધ થાય છે. તેથી તપ વડે નિર્જરા કહી છે.
(૨) તપનો અર્થ મુનિપણું થાય છે અને તેથી તીર્થંકર દેવોના દીક્ષા-કલ્યાણકને ‘તપ કલ્યાણક' કહેવામાં આવે છે. (૩) આત્માના શુદ્ધ સ્વરૂપમાં સ્વરૂપવિશ્રાંત નિસ્તરંગ ચૈતન્યનું દેદીપ્યમાન થવું તે તપ છે. પોતાના અખંડિત પ્રતાપરૂપ સ્વશુદ્ધાત્માના પ્રતપન વડે કામ-ક્રોધાદિ શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરવો તે તપ છે. પ્રસિદ્ધ શુદ્ધકા૨ણ પરમતત્ત્વમાં સદા અંતર્મુખ રહીને-લીન રહીને પ્રતાપવંત વર્તવું તે તપ છે. આવા શુદ્ધભાવરૂપ પરિણમન તે નિશ્ચયતપ છે અને તપસંબંધી શુભવિકલ્પ તે જ્ઞાનીનો વ્યવહા૨તપ છે.
૧. મોક્ષમાર્ગ પ્રકાશક અ. ૭, પૃ. ૨૩૪.
૨. પ્રવચનસાર ગા. ૧૪, પૃ. ૧૯ ગુ. સં. ટીકા જયસેનાચાર્ય પૃ. ૧૭ ૩. નિયમસાર ગાથા ૧૧૮, પૃ. ૨૩૮.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com