________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૨]
[દ્રવ્યસંગ્રહ (ચિન્તયન) ચિંતવન કરતો થકો (નિરીદવૃત્તિ:) ઇચ્છા રહિત (મવતિ) થાય છે (તા) ત્યારે (ત) તે કારણથી (નિશ્ચય) તેને નિશ્ચય (ધ્યાન) ધ્યાન (જાદુ:) કહે છે.
ભાવાર્થ- ૧. યતકિંચિત્ અપિ ચિતય- નિશ્ચયધ્યાન પ્રગટ થયા પહેલાં જીવને અંતર્જલ્પરૂપ વ્યવહાર ધર્મધ્યાન હોય છે. ઉગ્ર પુરુષાર્થ વડે જીવ તેનો અભાવ કરી ઇચ્છારહિત થાય છે ત્યારે જે નિર્વિકલ્પધ્યાન પ્રગટે છે તે નિશ્ચય અર્થાત્ સાચું ધ્યાન છે. તે વડે જીવને સંવર-નિર્જરા થાય છે. કહ્યું છે કે
ગુએન્દ્રિયમનો ધ્યાતા, ધ્યેય વસ્તુયથાસ્થિતમ્
એકાગ્રચિત્તનું ધ્યાન ધ્યાન, ફલ સંવરનિર્જરી II
અર્થ:- ધ્યાતા-ઇન્દ્રિય અને મનગતિ પ્રાપ્ત કરનાર ધ્યાતા છે. વસ્તુયથાસ્થિતમ્ અર્થાત્ નિજ જ્ઞાયકભાવ ધ્યેય છે અને તેમાં એકાગ્રતા તે ધ્યાન છે. તેનું ફળ સંવર નિર્જરા છે.
૨. નિશ્ચયધ્યાનનું સ્વરૂપ- ધ્યાનનો અભ્યાસ કરતાં કરતાં જ્યારે સમસ્ત શુભાશુભ વિકલ્પ શાંત થઈ જાય ત્યારે શુદ્ધ-બુદ્ધનિત્યાનિરંજન નિર્વિકાર ચિદાનંદરૂપ નિજ આત્મામાં થતી એકાગ્રતા તે નિશ્ચયધ્યાન છે. ૫૫.
પરમ ધ્યાનનું લક્ષણ मा चिट्ठह मा जंपह मा चिंतह किं व जेण होई थिरो। अप्पा अप्पम्मि रओ इणमेव परं हवे झाणं।। ५६ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com