________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમ ધ્યાનનું લક્ષણ ]
[ ૧૭૩
माचेष्टत मा जल्पत मा चिन्तयत् किम् अपि येन भवति स्थिरः । आत्मा आत्मनि रतः इदं एव परं ध्यानं भवति ।। ५६ ।।
અન્વયાર્થ:- હે ભવ્ય પુરુષો! (મ્િ અપિ) કાંઈ પણ (મા વેદત) ચેષ્ટા ન કરો (મા નત) બોલો નહિ, ( મા ચિન્તયત્ ) ચિંતવન ન કરો (પેન) જેથી (આત્મા) આત્મા ( આત્મનિ ) આત્માની અંદર (રત:) લીન થઈને (સ્થિર) સ્થિર (ભવત્તિ) થાય છે. (ફ્વં વ) આ જ ( પરં) ઉત્કૃષ્ટ (ધ્યાનં) ધ્યાન (મત્તિ) છે.
ભાવાર્થ:- (૧) નિશ્ચયધર્મધ્યાન, નિશ્ચયશુક્લધ્યાનઃ- આ બન્ને ઘ્યાનો સ્વાત્માશ્રિત હોય છે. આત્મધ્યાન સિવાયનું બીજું બધું ઘોર સંસારનું મૂળ ધ્યાન ધ્યેયાદિ સુતપ અર્થાત્ ધ્યાન-ધ્યેય વગેરેના વિકલ્પવાળું શુભ તપ પણ કલ્પનામાત્ર રમ્ય છે-આવું જાણીને બુદ્ધિમાન પુરુષ સહજ પરમાનંદરૂપી અમૃતના પૂરરૂપ સહજ ૫૨માત્માનો એકનો આશ્રય કરે છે. પોતાના આત્મામાં સ્થિરતા વડે લીન થવાથી આ પરમ ધ્યાન પ્રગટે છે. ત્યાં કોઈ પણ ચેષ્ટાનો, બોલવાનો કે ચિંતવનનો બુદ્ધિપૂર્વક વિકલ્પ હોતો નથી. એટલે કે સ્વાત્માના આશ્રયે જ આવી નિર્વિકલ્પદશા પ્રગટે છે. પૂર્વે વ્યવહા૨ધ્યાન હતું માટે તે પ્રગટયું એમ નથી, પણ પોતાનો પુરુષાર્થ વધારી, તે વિકલ્પનો અભાવ કરી, આત્મા પોતાના આશ્રયે
૧. નિયમસાર કળશ ૧૨૩. ગાથા ૯૨-૯૩ પૃ. ૧૭૫–૧૭૮. સમયસાર ગા. ૩૦૬.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com