SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આચાર્ય પરમેષ્ઠીનું લક્ષણ ] [ ૧૬૯ આયુ, નામ ને ગોત્ર – એ આઠ કર્મોનો નાશ કરવાવાળા, ત્રણલોક અને ત્રણકાળના સમસ્ત પદાર્થોને દર્પણની માફક દેખવા-જાણવાવાળા, છેલ્લા મનુષ્ય શરીરના આકારથી કાંઇક ઓછો પુરુષાકારે આત્માના પ્રદેશોનો આકાર ધારણ કરવાવાળા અને લોકના અગ્રભાગમાં રહેવાવાળા પરમેષ્ઠી છે; એમનું સદા ધ્યાન કરવું જોઇએ. આચાર્ય પરમેષ્ઠીનું લક્ષણ दसणणाणपहाणे वीरियचारित्तवरतवायारे। अप्पं परं च जुंजइ सो आयरिओ मुणी झेओ।। ५२ ।। दर्शनज्ञानप्रधाने वीर्यचारित्रवरतपआचारे। आत्मानं परं च युनक्ति सः आचार्यः मुनि ध्येयः।। ५२ ।। અન્વયાર્થ:- (નજ્ઞાનપ્રધાને) દર્શનાચાર અને જ્ઞાનાચાર જેમનામાં મુખ્યપણે રહેલા છે એવા (વીર્યવારિત્રવરતપણીવારે ) વીર્યાચાર, ચારિત્રાચાર અને તપાચારમાં-એ પાંચ આચારોમાં (મુનિ:) જે મુનિ (માત્માનં) પોતાને (૨) તેમજ (૫૨) બીજાને (યુન:િ) જોડે છે (સ: ભાવાર્થ્ય:) તે આચાર્ય પરમેષ્ઠી (ધ્યેય:) ધ્યાન કરવા યોગ્ય છે. ભાવાર્થ- જે સાધુ દર્શન, જ્ઞાન, વીર્ય, ચારિત્ર અને તપ-એ પાંચ આચારોમાં સ્વયં લીન રહે છે, એનું આચરણ કરે છે અને બીજાઓને પણ આચરણ કરાવે છે તેને આચાર્યપરમેષ્ઠી કહે છે; તેમનું સદા ધ્યાન કરવું જોઇએ. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy