________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિશ્ચયચારિત્રનું લક્ષણ ]
[૧૬૧ દશામાં આવે છે ત્યારે તેને *આઠ અંગ અર્થાત્ આઠ ગુણરૂપ સમ્યક આચરણ (-ચરણ) હોય છે. અને કુગુરુ, કુશાસ્ત્ર અને કુતત્ત્વનો તેને સ્વીકાર હોતો નથી તથા કુદેવાદિ પ્રત્યે સ્તુતિ પ્રશંસા, વંદન, નમસ્કાર, મહિમા, આદર વગેરેરૂપ અનાચાર તેને હોતા નથી.
વળી તે જ જીવ જ્યારે પાંચમા ગુણસ્થાનને યોગ્ય ધ્યાનનું સામર્થ્ય પ્રગટ કરે છે ત્યારે તેને નિર્વિકલ્પ ધ્યાન હોય છે અને તે ધ્યાનથી ખસીને જ્યારે સવિકલ્પ દશામાં આવે છે ત્યારે તેને ભૂમિકાને યોગ્ય અણુવ્રતાદિનું આચરણ (-ચરણ) હોય છે, પણ અવ્રતના અશુભ ભાવો હોતા નથી.
આ ઉપરથી એમ સમજવું કે સ્વસમ્મુખતારૂપ ધ્યાનમાં જ એવું સામર્થ્ય છે કે જીવ તે ધ્યાન વડે નિશ્ચય અને વ્યવહારમોક્ષમાર્ગ (શ્રાવક અને મુનિ ભૂમિકાનુસાર) પ્રાપ્ત કરે છે. ત્યાં જેટલા અંશે વીતરાગભાવ છે તેટલા અંશે સાચો મોક્ષમાર્ગ છે.
૨. ધ્યાનનો અભ્યાસ - એ કારણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા પછી પણ વારંવાર સ્વરૂપમાં એકાગ્ર થવાનો પુરુષાર્થ કરવો અને તે જ
* આઠ અંગના નામ:- નિઃ શંકિતત્વ, નિષ્કાંક્ષિતત્ત્વ, નિર્વિચિકિત્સા, અમૂઢદષ્ટિ,
ઉપગૂહન અથવા ઉપવૃંહણ, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના આના વિસ્તાર માટે જુઓ ખૂ. દ્રવ્યસંગ્રહ ગા. ૪૧ સં. ટીકા, સમયસાર ગા. ૨૨૮ થી ૨૩૬ ગાથા, ટીકા અને ભાવાર્થ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com