________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યજ્ઞાનનું લક્ષણ ]
[૧પ૩ નિમિત્ત-બહિરંગ સાધક-(ઉચિત નિમિત્ત) નું જ્ઞાન કરાવવા માટે કહેવાય છે. ખરી રીતે નિશ્ચય સાધક તો પોતાનો સ્વસમ્મુખ થયેલો પુરુષાર્થ છે-એમ સમજવું.
૬. સમ્યજ્ઞાન અર્થે થતી પ્રવૃત્તિ સંબંધી:- જો જીવને સાચું તત્ત્વજ્ઞાન થાય તો તે પુણ્ય-પાપના ફળને સંસાર જાણે, શુદ્ધોપયોગથી મોક્ષ માને અને ગુણસ્થાનાદિરૂપ જીવનું વ્યવહારનિરૂપણ જાણે. હવે તત્ત્વજ્ઞાનનું કારણ તો અધ્યાત્મરૂપ દ્રવ્યાનુયોગના શાસ્ત્ર છે. ત્યાં કોઈ
જીવ એ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, પરંતુ ત્યાં જેમ લખ્યું છે તેમ પોતે નિર્ણય કરી પોતાને પોતારૂપ, પરને પરરૂપ તથા આસ્રવાદિને આસ્રવાદિરૂપ શ્રદ્ધા કરતો નથી. માટે યથાર્થ નિર્ણય કરી “હું જ્ઞાનસ્વરૂપ છું' એવો પોતાને પર દ્રવ્યથી ભિન્ન-કેવળ ચૈતન્યદ્રવ્યમય અનુભવવો એ કાર્યકારી છે.
૭. સમ્યજ્ઞાનના ભેદો- આ ભેદો પાંચ છે – (૧) મતિ, (૨) શ્રત, (૩) અવધિ, (૪) મન:પર્યય અને (૫) કેવળજ્ઞાન-આ પાંચ જ્ઞાનગુણની સમ્યક્ પર્યાયો છે. આ, જ્ઞાનની હીનાધિકતારૂપ ભેદો (સામાન્ય) જ્ઞાનસ્વભાવને ભેદતા નથી પણ ઊલટા તેને અભિનંદે છેઅભેદરૂપ જાહેર કરે છે. માટે એવા એક અભેદ આત્મસ્વભાવનું આલંબન કરવું તેનાથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે, ભ્રાંતિનો નાશ
૧. જુઓ, મોક્ષમાર્ગ પ્રકાશક અ ૭, પૃ. ૨૪). ૨. સમયસાર ગા. ૨૦૪, પૃ. ૩૨૮-૩૨૯; પરમાત્મપ્રકાશ અ. ૧, ગાથા ૧૦૫ પૃ. ૧૭૯,
ગા. ૧૦૭ પૃ. ૧૧૦.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com