________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ર]
[દ્રવ્યસંગ્રહ ૫. સમ્યજ્ઞાન અને રાગ:- સમ્યજ્ઞાનોપયોગનો વિષય જ્યારે આત્મા હોય ત્યારે તે જ્ઞાન સ્વસંવેદનશાન કહેવાય છે, તેથી ચારિત્ર અપેક્ષાએ તે જ્ઞાનને વીતરાગી જ્ઞાન અથવા નિશ્ચયજ્ઞાન, અને જ્યારે તે જ્ઞાનનો વિષય સમ્યગ્દષ્ટિને પરપદાર્થ હોય ત્યારે તે જ્ઞાનને વ્યવહારજ્ઞાન-સ્થૂળ દૃષ્ટિથી કહેવામાં આવે છે. પણ તેથી તે વ્યવહારજ્ઞાન-ઉપચારરૂપ થઈ જતું નથી પણ ખરેખર તે (નિશ્ચય) સમ્યજ્ઞાન જ છે. આ વિષય પંચાધ્યાયીમાં લેવામાં આવ્યો છે. આ માટે જુઓ ગાથા ૪૧. ભાવાર્થ પારા-૫ (૧) થી (૭) માં છે તે પ્રમાણે અહીં પણ એમ સમજવું કે બન્ને ગુણોને જુદા-જુદા ન ગણતાં તે જ્ઞાન સમ્યક જ ખરેખર છે, તે ઉપચાર નથી.
પ્રશ્ન:- ચારિત્રની અપેક્ષાએ કથન હોય ત્યારે રાગ સાથે રહેલા સમ્યજ્ઞાનને વ્યવહારજ્ઞાન કહી તેને સાધક, અને નિર્વિકલ્પ દશાના નિશ્ચયજ્ઞાનને સાધ્ય કહેવામાં આવે છે. તેનો શું અર્થ છે?
ઉત્તર- સમ્યગ્દષ્ટિ પોતાનો પુરુષાર્થ વધારી સ્વસંવેદનજ્ઞાનરૂપે પરિણમે છે ત્યારે ઉપર કહેલા વ્યવહારજ્ઞાનનો અભાવ થાય છે, છતાં તે તે વખતે સહચારી છે એમ ભૂતનૈગમનયે ગણી તેને
૧. બૃ. દ્રવ્યસંગ્રહમાં આ ગાથા ૪રની ટીકામાં પૃ. ૧૬૬માં આ મતલબે જણાવ્યું છે. શ્રી
રાયચંદ્ર જૈન શાસ્ત્રમાળા આવૃત્તિ ૨.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com