________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શનનું લક્ષણ ]
[૧૪૭ (૫) તિર્યંચાદિક અને કેવળી–સિદ્ધ ભગવાનને સમ્યકત્વગુણ સમાન કહ્યો છે.
(૬) વિપરીત અભિનિવેશહિત આત્મપરિણામ તે તો નિશ્ચયસમ્યકત્વ છે, કારણ કે એ સત્યાર્થ સમ્યકત્વનું સ્વરૂપ છે.
(૭) સમ્યગ્દર્શન શુદ્ધ-નિર્મળ હોય છે.
(૮) જેને ભેદજ્ઞાન પ્રગટયું,-ચંદન જેવું શીતળ ચિત્ત જેને થયું, શિવમાર્ગમાં જે કેલિ કરે છે, જિનેશ્વરનો જે લઘુનંદન છે, સત્યસ્વરૂપ સદા જેને પ્રગટયું છે, જેને શાન્ત દશા છે, ગણધર જેવો વિવેક પ્રગટ્યો છે તે સમ્યગ્દષ્ટિ છે.
(૯) સમ્યકત્વ થતી વખતે નિર્વિકલ્પ દશા હોય છે, પછી પણ કોઇ કોઇ વખતે નિર્વિકલ્પ દશા હોય છે.
(૧૦) જે અંતરાત્માપણુ પ્રગટે છે તે મિથ્યાત્વ, રાગાદિ રહિત હોવાથી શુદ્ધ છે; તેમાં જેટલે અંશે શુદ્ધિ છે તેટલે અંશે મોક્ષનું કારણ થાય છે.
૧. બૃ. દ્રવ્યસંગ્રહ ( રાયચંદ્ર શાસ્ત્રમાલા) પૃ. ૧૫૧, ૧૬૧, ૧૭૬, રત્નકાંડશ્રાવકાચાર
ગા. ૩પ-૩૬ ૨. બનારસીદાસજી કૃત સમયસાર નાટક, મંગલાચરણ કાવ્ય ૬-૭-૮. ૩. અનુભવપ્રકાશ પૃ. ૫, પ્રવચનસાર ગા. ૮O જયસેનાચાર્ય ટીકા, પૃ. ૧૦૧-૨, પં.
ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૩૪૯. ૪. પ્રવચનસાર અ. ૩. ગા ૩૮ પૃ. ૩૨૯ જયસેનજી ટીકા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com