________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શનનું લક્ષણ ]
[૧૪૫ (૬) ત્યાર પછી ઉપચાર-કારણની ચર્ચા કરીને ગાથા ૯૦૯૧૦માં કહ્યું કે –
विमृश्यैत्परंकैश्चिदसद्भूतोपचारतः ।
रागवज्ज्ञानमत्रास्ति सम्यक्त्वं तद्वदीरितम्।। हेतोः परं प्रसिद्धैर्य: स्थूल लक्ष्यैरिति स्मृतम्।
आप्रमत्तं च सम्यक्त्वं ज्ञानं वा सविकल्पकम्।।
અર્થ- કેવળ આ વાતનો વિચાર કરીને કોઈ પુરુષોએ ઉપચરિત અસભૂતવ્યવહારનયથી તે ગુણસ્થાનોમાં રાગસહિત જ્ઞાનને દેખીને સમ્યકત્વને પણ તેવું (સરાગ ) કહ્યું છે. ૯૭૯.
કેવળ એ હેતુથી (બુદ્ધિપૂર્વક રાગના હેતુથી) પ્રસિદ્ધ રીતે સ્કૂલ ઉપચારદષ્ટિથી તેઓ તરફથી એમ કહેવામાં આવ્યું છે કે પ્રમત્તગુણસ્થાન સુધી (૪-૫-૬ ગુણસ્થાન સુધી) સમ્યક્ત્વ અને જ્ઞાન સવિકલ્પક (સરાગ) છે. ૯૧).
(૭) ઉપર કહેલાં શાસ્ત્રોમાં તથા બીજા શાસ્ત્રોમાં જ્યાં શ્રદ્ધા અને ચારિત્રગુણની પર્યાયો જુદી જુદી વર્ણવી છે, ત્યાં એવું વર્ણન છે કે-ચોથા ગુણસ્થાનથી જ જીવને (૧) શુદ્ધ જિનાજ્ઞાનદષ્ટિ, (૨) સમ્યકત્વ ચરણ ચારિત્ર, (૩) "જિન સમ્યકત્વગુણ વિશુદ્ધ અને (૪) સમ્યકત્વચરણશુદ્ધ હોય છે. (૫) જે જીવ વિશુદ્ધસમ્યકત્વ (શ્રદ્ધા) કરે છે તે ચારિત્રના દોષને પરિહરે છે, (૬) સમ્યકત્વને અનુસરનારો દુઃખનો ક્ષય કરે છે.
૧. ચારિત્ર પાહુડ ગા. ૫-૮-૯-૧૩-૧૪–૧૭–૧૯.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com