________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪]
[દ્રવ્યસંગ્રહ એ મહાપુરુષોને શુદ્ધાત્મા ઉપાદેય છે એવી ભાવનારૂપ નિશ્ચયસમ્યકત્વ તો છે, પણ ચારિત્રમોના ઉદયથી સ્થિરતા નથી.” આગળ જતાં તે ટીકામાં જ કહ્યું છે કે “શુભરાગના યોગથી તેઓ સરાગ સમ્યગ્દષ્ટિ
છે.”
(૫) શ્રી પંચાધ્યાયી ભાગ-રમાં કહ્યું છે કે “સમ્યગ્દર્શન' માં સવિકલ્પ (સરાગ-વ્યવહાર) અને નિર્વિકલ્પ (વીતરાગનિશ્ચય) એવા ભેદ ખરેખર નથી. તેની ગાથા ૮૨૧-૨૨માં કહ્યું છે કે શાસ્ત્ર અને લોકમાં એવી રૂઢિ છે કે-સમ્યક્ત્વ નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકારના છે. વ્યવહાર સમ્યકત્વ સરાગ અર્થાત્ સવિકલ્પ છે અને નિશ્ચય સમ્યકત્વ વીતરાગ અર્થાત્ નિર્વિકલ્પ છે, તેના સમાધાનમાં પ્રથમ એમ જણાવ્યું છે કે ખરેખર એવું માનનાર પોતાની પ્રજ્ઞાના અપરાધથી ખોટા આશયવાળા છે. તેમનો જે કાંઈ શ્રુત અભ્યાસ છે તે કેવળ કાયકલેશ માટે છે. (ગા. ૮૨૭) શાસ્ત્રોમાં આ કથન કેવી રીતે આવે છે, તેનો ખુલાસો (આગળ જતાં) ઘણી ગાથાઓમાં આવે છે, તેમાંથી બે ગાથા જરૂરની હોવાથી અહીં તેનો હવાલો આપ્યો છે. પંચાધ્યાયી ભાગ-ર, ગાથા ૯૦૨ નીચે પ્રમાણે છે:
यत्पुनः “ कैश्चिदुक्त स्यात्स्थूल लक्ष्योन्मुखैरिह। अत्रोपचारहेतुर्यस्तं बुते किल सांप्रतम्।। ९०२।।
અર્થ- કોઇ પુરૂષોએ ચૂલ ઉપચારષ્ટિથી જે દર્શનજ્ઞાનને સવિકલ્પ કહ્યું છે તેમાં જે ઉપચારકારણ છે, તેને હું હવે સ્પષ્ટરૂપથી કહું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com