________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શનનું લક્ષણ ]
[ ૧૪૩
અપેક્ષાએ રાગાદિ હયાત હોવાથી સરાગ સમ્યક્ત્વવાળા કહીને વ્યવહા૨ સમ્યગ્દષ્ટિ કહ્યા છે. શ્રી જયસેનાચાર્યદેવે પોતે જ (પંચાસ્તિકાયની ૧૫૦–૧૫૧મી ગાથાની ટીકામાં ) કહ્યું છે કે જ્યારે આ જીવ આગમભાષાએ કાળાદિલબ્ધિરૂપ અને અધ્યાત્મભાષાએ શુદ્ધાત્માભિમુખ પરિણામરૂપ સ્વસંવેદનને પ્રાપ્ત કરે છે ત્યારે પ્રથમ તો તે મિથ્યાત્વાદિ સાત પ્રકૃતિઓના ઉપશમ અને ક્ષયોપશમ વડે સરાગ-સમ્યગ્દષ્ટિ થાય છે. ” એ રીતે સરાગ સમ્યગ્દષ્ટિ પણ ખરેખર (સાચા-નિશ્ચય ) સમ્યગ્દષ્ટિ છે.)
,,
બૃ. દ્રવ્યસંગ્રહ ગા. ૩૬ની ટીકા પૃ. ૧૩૭–૩૮માં સમ્યગ્દષ્ટિને ‘વીતરાગ ’ એવું વિશેષણ શા માટે લગાવ્યું છે-એવો પ્રશ્ન કર્યો છે. તેના સમાધાનમાં કહ્યું છે કે-ભેદવિજ્ઞાન ઉત્પન્ન થવા છતાં જેટલા અંશે રાગાદિનો અનુભવ કરે છે, તેટલા અંશે ભેદવજ્ઞાની પુરુષ પણ બંધાય છે. (અહીં કોઇ ગુણસ્થાનની વાત કહી નથી. )
(૪) શ્રદ્ધાગુણની એકની અપેક્ષા લેતાં ચોથે ગુણસ્થાને પ્રગટ થતું સમ્યગ્દર્શન વાસ્તવિક છે તેથી તે નિશ્ચય-સમ્યગ્દર્શન છે. અને સાતમે ગુણસ્થાને પ્રગટ થતું વીતરાગ અથવા નિશ્ચય સમ્યગ્દર્શન એ તો શ્રદ્ધા અને ચારિત્ર એ બે ગુણને ભેગા લઇને કહેવામાં આવે છે. આ સંબંધમાં શ્રી પરમાત્મપ્રકાશ અ. ૨, ગા. ૧૭, પૃ. ૧૪૬–૧૪૭માં કહ્યું છે કે
૧. શ્રી પંચાસ્તિકાય ગા. ૨૭૨ ટીકા, પૃ. ૨૬૧ ફૂટનોટ ગુજરાતી તથા હિંદી પંચાસ્તિકાય શ્રી જયસેનજીની ટીકા રૃ. ૨૧૭–૧૮.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com