________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શનનું લક્ષણ ]
[ ૧૩૫ સમ્યગ્દર્શનનું લક્ષણ जीवादीसदहणं सम्मत्तं एवमप्पणो तं तु। दुरभिणिवेसविमुक्कं णाणं सम्मं खु होदि सदि जम्हि।। ४१।। जीवादिश्रद्धानं सम्यक्त्वं रुपं आत्मनः तत् तु। दुरभिनिवेशविमुक्तं ज्ञानं सम्यक् खलु भवति सति यस्मिन्।।
અન્વયાર્થ:- (નીવાશ્રિદ્ધાન) જીવ વગેરે તત્ત્વોને શ્રદ્ધાન કરવું (સચવત્વે) તે સમ્યગ્દર્શન છે (1) અને (ત) તે (સાત્મનઃ) આત્માનું (પં) સ્વરૂપ છે; (યસ્મિન સતિ) જે સમ્યગ્દર્શન થતાં (વ7) ખરેખર (જ્ઞાન) જ્ઞાન (૬૨મનિવેશવિમુ) *વિપરીત અભિપ્રાયથી રહિત (સભ્ય) સમ્યક (મતિ) હોય છે.
ભાવાર્થ- ૧. નિશ્ચયસમ્યગ્દર્શન- આ ગાથા નિશ્ચય સમ્યગ્દર્શનની છે. આત્મામાં “શ્રદ્ધા” નામનો એક ગુણ છે, તેની અનાદિથી વિપરીત પર્યાય છે, તેને મિથ્યાદર્શન કહેવામાં આવે છે. ચોથે ગુણસ્થાને તે પર્યાયનો અભાવ થઈ સમ્યગ્દર્શનરૂપ પર્યાય થાય છે. તે સમ્યગ્દર્શન આત્માનું સ્વરૂપ છે. એ શ્રદ્ધાગુણની ત્રણ પ્રકારની પર્યાયો હોય છે:
(૧) મિથ્યાદર્શનઃ- જે, જીવોને અનાદિથી છે (અને જે, જીવો સમ્યગ્દર્શન પામ્યા પછી ફરી મિથ્યાદર્શનરૂપે પરિણમે તેને હોય છે, તેઓ
સંશય, વિપરીત અને અનધ્યવસાયરૂપ જ્ઞાનને દુરભિનિવેશ (વિપરીત અભિપ્રાય) કહેવામાં આવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com