SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૦] [ દ્રવ્યસંગ્રહ અશુભોપયોગ બને "વિલક્ષણ છે-વિરોધી છે, છતાં મુનિને સાથે રહેવામાં બાધ (વિરોધી નથી. એ સરાગ અંશનો અભાવ દશમાં ગુણસ્થાનને અંતે થાય છે. વ્યવહાર-મોક્ષમાર્ગ તે દ્રવ્યપ્રવૃત્તિ છે. શ્રી પંચાસ્તિકાયની ગાથા ૧૬૦માં જે વ્યાખ્યા આપી છે તેમાં તે જ પ્રમાણે જણાવ્યું છે. આ શાસ્ત્રની ગા. ૨૯ પ્રમાણે તે આસ્રવ છે. ૫. નિશ્ચયમોક્ષમાર્ગની વ્યાખ્યા:- નિજનિરંજન શુદ્ધાત્મતત્ત્વના સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન-અનુચરણમાં એકાગ્ર પરિણતિરૂપ નિશ્ચયમોક્ષમાર્ગ છે. (આ મોક્ષશાસ્ત્રને અનુસરતી વ્યાખ્યા છે.) આ ગાથા તથા ગાથા ૪) પ્રમાણે નિશ્ચયથી સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્રમય જે નિજ આત્મા છે તે નિશ્ચયમોક્ષમાર્ગ છે. ૬. “ધાતુ પાષાણે અગ્રિવત્ સાધક વ્યવહાર મોક્ષમાર્ગ” એ કથનનો અર્થ:- દષ્ટાંત હમેશાં એકદેશી હોય છે, સર્વાશે લાગુ પડે નહિ. સોનાને પકવવામાં ઉપાદાનકારણ તો સોનું પોતે અને તેની યોગ્યતા છે, પણ નિમિત્ત અગ્નિ જ હોય, બીજા કોઈમાં ઉચિત નિમિત્તપણાની યોગ્યતા નથી. તેમ નિશ્ચય-મોક્ષમાર્ગ માટે ઉપાદાનકારણ તો પોતાનો આત્મા અને તેની યોગ્યતા છે, પણ નિમિત્ત વ્યવહાર-મોક્ષમાર્ગ જ હોય, બીજા કોઈ ભાવમાં ઉચિત નિમિત્તપણાની યોગ્યતા નથી, દષ્ટાંતમાં બે ભિન્ન ૧. પ્રવચનસાર ગા. ૯૧, પૃ. ૧૩૮. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy