SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૮] [દ્રવ્યસંગ્રહ શુદ્ધનયે ભોક્તા છે–એમ કહ્યું છે. તેના અનુસંધાનમાં અહીં નિશ્ચયમોક્ષમાર્ગનો કર્તા-ભોક્તા જીવ પોતે છે એમ સમજવું કેમકે તે જીવનો શુદ્ધભાવ છે. ગા. ૩૪-૩૫-૩૬માં સંવર-નિર્જરાનું સ્વરૂપ કહ્યું છે. સંવર-નિર્જરા તે નિશ્ચય-માર્ગ છે, અને સંવર-નિર્જરાના ધારક મુખ્યપણે મુનિરાજ છે, તેથી નિશ્ચય-મોક્ષમાર્ગનું બીજું નામએકાગ્રતાલક્ષણવાળું ‘શ્રામણ પણ છે. ૨. આ ગાથા તથા ગા. ૪૦માં કહેલો નિશ્ચય - મોક્ષમાર્ગ - આ ગાથામાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ પોતાનો આત્મા તેને મોક્ષમાર્ગ કહ્યો છે, અને ગાથા ૪૦માં એ ત્રણની એકતારૂપ આત્મા મોક્ષમાર્ગ (મોક્ષનું કારણ ) કેમ છે તે બતાવ્યું છે. પ્રવચનસારની ગાથા ૨૪રની ટીકામાં દ્રવ્યપ્રધાન નિશ્ચયનયથી જે પ્રજ્ઞાપન છે, તેને આ ગાથા અનુસરે છે. શ્રી મોક્ષશાસ્ત્રમાં-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ” એવી વ્યાખ્યા કરી છે, તે (નિશ્ચય-મોક્ષમાર્ગની) પર્યાયની મુખ્યતાથી કરી છે. એ “પર્યાયપ્રધાન વ્યવહારનય” થી પ્રજ્ઞાપન છે. (અહીં “વ્યવહારનય' કહ્યો માટે તે શુભરાગરૂપ વ્યવહાર-મોક્ષમાર્ગ છે એમ ન સમજવું). નિશ્ચય-મોક્ષમાર્ગનું કથન પ્રમાણથી, દ્રવ્યાર્થિકનયથી (દ્રવ્યપ્રધાન નિશ્ચયનયથી) અને પર્યાયાર્થિકનયથી (પર્યાયપ્રધાન વ્યવહારનયથી) એમ ત્રણ પ્રકારે થાય છે-એમ શ્રી પ્રવચનસાર ૧. પ્રવચનસાર ગા. ૨૪૨, ટીકા. પૃ. ૩૯૮. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy