________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪]
[દ્રવ્યસંગ્રહ તો બન્ને કારણોમાં ભૂલ થાય જ. એટલે બન્ને અંશોનો યથાર્થ નિર્ણય કરવો જરૂરી છે.
૭. એ નિયમને અનુસરીને આ શાસ્ત્રમાં પણ સાચો મોક્ષમાર્ગ એક જ કહેલ છે અને તે નિશ્ચયમોક્ષમાર્ગ છે, પણ તેનું નિરૂપણ બે પ્રકારે કર્યું છે. “શુદ્ધ' (વીતરાગી અંશ) અને શુભ (સરાગી અંશ) બતાવવા માટે કર્યું છે.
૮. મુનિરાજની મુખ્યતાથી અહીં નિશ્ચય-મોક્ષમાર્ગ કહ્યો છે, તેથી નીચેનાં ગુણસ્થાનોમાં નિશ્ચય-મોક્ષમાર્ગ હોતો નથી એમ ન સમજવું નીચેના પ-૬ ગુણસ્થાનોમાં “અસમગ્ર રત્નત્રય હોય છે. એમ પુરુષાર્થસિદ્ધિ-ઉપાય ગાથા-૪૧૦-૪૧૧-૪૧૪ તથા ચારિત્ર પાહુડ ગાથા ૨૧માં કહેલ છે. બુ. દ્રવ્યસંગ્રહ ટીકામાં ગા. ૪૧, પૃ. ૧૫૮માં કહ્યું છે કે - “બાહ્ય અભ્યતર એમ બન્ને પ્રકારનાં રત્નત્રયને ધારણ કરવાવાળા મુનિ, આર્થિકા, શ્રાવક તથા શ્રાવિકા એ ચાર પ્રકારનાં સંઘમાં ગાયને વત્સમાં પ્રીતિ રહે છે તે સમાન xxx” તે જ પાને સ્થિતિ કરણની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે – “ભેદભેદ રત્નત્રયના ધારક મુનિ, આયિકા શ્રાવક, શ્રાવિકા એ ચારનો સંઘ છે. xxx”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com