________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ત્રીજા અધિકારની ભૂમિકા ]
| [૧ર૩ એ આત્માની પરિપૂર્ણ શુદ્ધ અવસ્થા છે. તેથી તેનો ઉપાય પણ “શુદ્ધ” જ હોઈ શકે. શ્રી પ્રવચનસારની છેલ્લી પાંચ ગાથા જેને “નિર્મળ પાંચ રત્નો” કહેવામાં આવ્યાં છે, તેમાંથી ગાથા ૨૭૪માં “શુદ્ધને જ શ્રાપ્ય કહ્યું છે-શુદ્ધને દર્શનશાન કહ્યું છે–શુદ્ધને નિર્વાણ હોય છે, તે જ (શુદ્ધ જ) સિદ્ધ હોય છે, તેને નમસ્કાર હો” –એમ કહ્યું છે. શ્રી પરમાત્મપ્રકાશ ગા. ૬૭, અ. ૨ માં પણ તેમ જ કહ્યું છે. તેથી શુદ્ધ તે જ મોક્ષનો ઉપાય-મોક્ષનો પંથ-મોક્ષનો માર્ગ છે એમ નિશ્ચય કરવો.
૫. શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક, અ. ૭, પૃ. ૨૫૩માં પણ કહ્યું છે કેહવે મોક્ષમાર્ગ કાંઈ બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે.
જ્યાં સાચા મોક્ષમાર્ગને “મોક્ષમાર્ગ' નિરૂપણ કર્યો છે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે, તથા જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહારમોક્ષમાર્ગ છે; કારણ કે નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે-અર્થાત્ સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર.”
- ૬, એક જ મોક્ષમાર્ગ હોવા છતાં તેનું નિરૂપણ બે પ્રકારે હોવાનું કારણ એ છે કે સમ્યગ્દર્શન-શાનપૂર્વક જે ચારિત્ર તે સાચો અને એક જ મોક્ષમાર્ગ છે. ત્યાં ચારિત્રની પર્યાય અંશે વીતરાગરૂપ “શુદ્ધ” અને અંશે સાગરૂપ “શુભ”—આ બન્ને અંશોનું જ્ઞાન કરાવવામાં ન આવે તો ચારિત્રની તે પર્યાયનું સાચું જ્ઞાન થાય જ નહિ, માટે “પ્રમાણજ્ઞાન” કરવા બન્ને અંશોનું જ્ઞાન અવશ્ય હોવું જ જોઈએ. વળી દરેક કાર્ય માટે ઉપાદાન અને નિમિત્ત બન્ને કારણો પણ જાણવાં જોઈએ. જો બેમાંથી એક પણ કારણમાં ભૂલ થાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com