________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨]
[દ્રવ્યસંગ્રહ
ત્રીજા અધિકારની ભૂમિકા
૧. પહેલાં અધિકારમાં છ દ્રવ્યોનું અને પાંચ અસ્તિકાયનું વર્ણન કર્યું, તેની સાથે નયોનું સ્વરૂપ પણ સમજાવ્યું. એ રીતે જીવ અને અજીવ એ બે તત્ત્વોની ઓળખાણ કરાવી. શાસ્ત્રોનું પ્રયોજન વીતરાગતા છે અને તે જીવોને અનંત દુ:ખોથી છોડાવવા માટે છે. માટે જે ભાવોનું શ્રદ્ધાન કરતાં મોક્ષ થાય તથા જેનું શ્રદ્ધાન કર્યા વિના મોક્ષ ન થાય તે આસ્રવાદિ તત્ત્વોનું સ્વરૂપ બીજા અધિકારમાં કહ્યું.
૨. હવે આ અધિકારમાં મોક્ષનો ઉપાય સમજાવવામાં આવ્યો છે, કેમકે ઉપાય કર્યા વિના મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ ન થાય.
૩. આ સંબંધી વિચારવાનો પ્રશ્ન એ છે, કે-મોક્ષના ઉપાય કેટલાં છે? તેનો ઉત્તર એ છે કે-એક હોય ત્રણ-કાળમાં પરમાર્થનો પંથ' મોક્ષનો ઉપાય એક જ છે; બે કે વધારે નથી જ. શ્રી પ્રવચનસાર જ્ઞાન-અધિકાર ગા. ૮૨, ય-અધિકાર ગા. ૧૯૯ તથા ચરણાનુયોગ અધિકાર ગા. ૨૪ર-એ ત્રણે અધિકારમાં સ્પષ્ટપણે ભગવાન કુંદકુંદાચાર્યદેવે તેમ કહ્યું છે અને તેને અનુસરીને આ શાસ્ત્રમાં પણ તેમ જ જણાવ્યું છે.
૪. ગા. ૩૭માં મોક્ષનું સ્વરૂપ કહેવાઈ ગયું છે. આત્માનું પરિપૂર્ણ સુખ પ્રગટવું તે મોક્ષ છે. તેને કાર્ય સમયસાર અથવા કાર્ય પરમાત્મા પણ કહેવામાં આવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com