________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦]
[દ્રવ્યસંગ્રહ ૧૪. સર્વવ્યવહાર છોડવા યોગ્ય છે. (યોગસાર ગા. ૩૭, ૫૫, ૮૯, ) ૧૫. નિશ્ચયનયઃ- (૧) ભૂતાર્થ છે, તેના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે. (શ્રી સમયસાર, ગા. ૧૧. )
(૨) પરમાર્થના આશ્રયે મુનિઓને કર્મનો નાશ આગમમાં કહ્યો છે. (શ્રી સમયસાર ગા. ૧૫૬ તથા ટીકા, ગુ. પૃ. ૨૫૬).
(૩) નિશ્ચયનયના આશ્રયે મુનિઓ નિર્વાણની પ્રાપ્તિ કરે છે. (શ્રી સમયસાર ગા. ર૭ર ટીકા પૃ. ૪૧૫ ગુ.)
(૪) શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ છે. (સમયસાર ગા. ૧૧. ભાવાર્થ, પૃ. ર૬ ગુ.)
(૫) શુદ્ધનય ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તેનો આશ્રય કરવાથી *સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે. (સમયસાર ગા. ૧૧ ભાવાર્થ, પૃ. ૨૬.)
(૬) સકળ વ્યાવહારિક ચારિત્રથી અને તેના ફળની પ્રાપ્તિથી પ્રતિપક્ષ એવું શુદ્ધ નિશ્ચયનયાત્મક ચારિત્ર છે. (નિયમસારનિશ્ચયપ્રતિક્રમણ ઉત્થાનિકા પૃ. ૧૪૯.)
(૭) વ્યવહાર જ આવશ્યકથી પ્રતિપક્ષ શુદ્ધનિશ્ચય આવશ્યક છે. (નિયમસાર અ. ૧૧, ઉત્થાનિકા પૃ. ૨૧૨.).
(૮) નિશ્ચયધર્મ (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર) વ્યવહાર ધર્મથી પરમનિરપક્ષ છે. (નિયમસાર ગા. ૨, પૃ. ૭; )
૧. સમ્યગ્દર્શન થતાં સંવર-નિર્જરા શરૂ થાય છે અને શુદ્ધિ વધતાં સંવર-નિર્જરા વધે
છે, છેવટે મોક્ષ થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com