________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮]
[દ્રવ્યસંગ્રહ ૫. બનારસીદાસજી કૃત સમયસાર-નાટક પુણ્ય-પાપ-એકત્વ
અધિકાર, કવિત ૮.) ૯. વ્યવહારધર્મ - જ્ઞાનીને બંધનો હેતુ અર્થાત્ બંધનો માર્ગ છે. (કળશ-ટીકા, પૃ. ૧૦૬ ) વળી તે કામળામાં ચીતરેલા નાહર જેમ કહેવા માત્ર નાહર છે; તેમ વ્યવહારચારિત્ર કહેવા માત્ર ચારિત્ર છે, પણ તે ખરેખર ચારિત્ર નથી. તે કર્મક્ષપણાનું કારણ નથી, બંધકારણ છે. અહીં એવી શ્રદ્ધા કરાવી છે કે મોક્ષમાર્ગ માત્ર આત્મિક વીતરાગભાવ છે. અતિ સૂક્ષ્મ પણ રાગરૂપ વર્તન બંધનું કારણ છે, કર્મની નિર્જરાનું કારણ નથી (રાજમલજીકૃત સમયસાર કળશ-ટીકા;
પૃ. ૧૦૯. ) ૧૦. વ્યવહારધર્મની ક્રિયા - જ્ઞાનીને મોક્ષપંથની કાતરનારી છે, બંધની
ક્રિયા છે, બાધક છે, વિચારમાં નિષિદ્ધ છે. (શ્રી સમયસાર નાટક, પુણ્ય-પાપ અધિકાર, કવિત ૧૨) તે ભલી છે એવી ભ્રાંતિ ન કરવી. (કળશ-ટીકા, પૃ. ૧૧૧.) સમ્યગ્દષ્ટિને તે ક્રિયા ચારિત્રમોહના બળાત્કારથી થાય છે. જ્ઞાનાવરણાદિ કર્મબંધ કરે છે, સંવર નિર્જરા અંશમાત્ર નથી કરતી.
૧. વ્યવહારધર્મ = વ્યવહારનયે કહેલો ધર્મ. ૨. મોક્ષપંથ = સંવર-નિર્જરા. ૩. ભ્રાંતિ = અસત્ય શ્રદ્ધા, ઊંધી-વિપરીત શ્રદ્ધા. ૪. જ્ઞાનાવરણાદિ ચારે ઘાતી કર્મો પાપકર્મ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com