________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૧૭
પરિશિષ્ટ]
હસ્તાવલંબ જાણી બહુ કર્યો છે, પણ તેનું ફળ “સંસાર જ છે. (શ્રી
સમયસાર ગાથા ૧૧ ભાવાર્થ, પૃ. ર૬. ગુ. આવૃત્તિ બીજી ). ૭. વ્યવહારનયને અશુદ્ધનય પણ કહે છે. અશુદ્ધનયને હેય કહ્યો છે,
કારણ કે અશુદ્ધનયનો વિષય સંસાર છે અને સંસારમાં આત્મા કલેશ ભોગવે છે. (શ્રી સમયસાર ગાથા ૬, ભાવાર્થ, પૃ. ૧૮ ગુ.
આવૃત્તિ બીજી ). ૮. વ્યવહારધર્મ - અભેદરત્નત્રયમય જ મોક્ષમાર્ગ નિશ્ચયથી કર્મબંધ
છેદક છે. વ્યવહારરત્નત્રયમય ધર્મ તે શુભોપયોગનો વિકલ્પ છે, *પુણ્યબંધકારક છે, મોક્ષકારક નથી. (શ્રી સમયસાર કલશ ૧૦૩, કળશ-ટીકા પૃ. ૧૦૪ પુણ્ય-પાપ એકત્વ અધિકાર કળશ-૪.) ભાવલિંગી મુનીશ્વરોને-શ્રાવકોને વ્યવહારધર્મરૂપ શુભક્રિયા “મોક્ષમાર્ગ નથી–બંધનો માર્ગ છે. શુભ ક્રિયામાં રહેતાં જીવ વિકલ્પી છે તેથી દુઃખી છે. (સમયસાર કળશ ૧૦૪ કળશ-ટીકા, પૃ. ૧૦૫.
૧. હસ્તાવલંબ–પ્રતિપાદક, બહિરંગ સાધક, બહિરંગ સહકારી કારણ નિમિત્ત, બાહ્ય
હેતુ. ૨. સંસાર=આસ્રવ-બંધ. ૩. “અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી જેણે જુદા-જુદા એક-એક ભાવસ્વરૂપ અનેક ભાવો
દેખાડયા છે એવો વ્યવહારનય.” (શ્રી સમયસાર ગાથા ૧૨, ટીકા પૃ. ૨૭.) ૪. પુણ્યબંધની સાથે જ્ઞાનાવરણાદિ ચારે ઘાતકર્મ જે પાપકર્મ છે તે બંધાય છે. ૫. મોક્ષમાર્ગ નથી=સંવર-નિર્જરા નથી, આસ્રવ-બંધ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com