________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦]
[ દ્રવ્યસંગ્રહ જ પોતારૂપ જાણીને ભોગવે છે, પણ જ્ઞાનીને તો શુદ્ધ આત્માનો અનુભવ થઈ ગયો છે તેથી તે પ્રકૃતિના ઉદયને પોતાનો સ્વભાવ નહિ જાણતો થકો તેને જ્ઞાતા જ રહે છે, ભોક્તા થતો નથી.
(૭) શ્રી સમયસાર ગાથા ૭૪ની ટીકામાં જણાવ્યું છે કે આસ્રવો અને જીવનું ભેદજ્ઞાન કરે છે ત્યારે (તે જ કારણે) કર્મવિપાક શિથિલ થઈ જાય છે અને જેનામાં કર્મવિપાક શિથિલ થઈ ગયો છે એવો આત્મા, જથ્થાબંધ વાદળાંની રચના જેમાં ખંડિત થઈ ગઈ છે એવા દિશાના વિસ્તારની જેમ, અમર્યાદ જેનો વિસ્તાર છે એવો સહજપણે વિકાસ પામતી ચિશક્તિ વડે જેમ જેમ વિજ્ઞાનઘન થતો જાય છે તેમ તેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે.
(૮) પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોને શ્રદ્ધાન કરવા યોગ્ય જ્ઞાનનો વિકાસ સર્વ પંચેન્દ્રિય જીવોને થયો છે. તત્ત્વ વિચારાદિ કરવા યોગ્ય જ્ઞાનાવરણનો ક્ષયોપશમ તેમને થયો છે તેથી જ ઉપયોગને ત્યાં લગાવવાનો ઉદ્યમ કરવા માટે ભગવાનનો ઉપદેશ છે. અસંજ્ઞી જીવોને તેવો ક્ષયોપશમ નથી તેથી તેમને ઉપદેશ શા માટે આપે? સંશી પર્યાપ્ત જીવોને નિર્ણય કરવાની શક્તિ પ્રગટ થઈ છે, જ્યાં ઉપયોગ લગાવે તેનો જ નિર્ણય થઈ શકે છે અને અહીં ઉપયોગ લગાવતો નથી, એ તો એનો પોતાનો જ દોષ છે, ત્યાં કર્મનું કાંઈ પ્રયોજન નથી.
(૯) સમ્યક્તનું ઘાતક દર્શનમોહ કર્મ છે અને ચારિત્રનું ઘાતક ચારિત્રમોહ કર્મ છે; એટલે તેનો અભાવ થયા વિના મોક્ષનો ઉપાય કેવી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com