________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષનાં ભેદ અને લક્ષણ ]
[ ૧૦૯ (૪) આત્મા અને કર્મના એકપણાનો અધ્યાસ જેમનું મૂળ છે એવાં મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિયોગસ્વરૂપ અધ્યવસાનો વિદ્યમાન છે. તેઓ રાગ-દ્વેષ-મોહસ્વરૂપ આગ્નવભાવનું કારણ છે, તેથી સંસાર છે. પરંતુ જીવ જ્યારે આત્મા અને કર્મના ભેદવિજ્ઞાન વડે શુદ્ધાત્માને ઉપલબ્ધ કરે છે ત્યારે આસ્વભાવોનાં કારણોનો અભાવ થાય છે. ( સમયસાર ગા. ૧૯૦-૧૯૧-૧૯રની ટીકામાં; તથા પંચાસ્તિકાય ગા. ૧૫૦-૧૫૧ની ટીકામાં શ્રી અમૃતચંદ્રાચાર્ય તથા શ્રી જયસેનાચાર્ય કહે છે કે-જીવ અનાદિથી કર્મને વશ થયો છે પણ તે જો આત્મા-અભિમુખ (સ્વસમ્મુખ) થાય તો દર્શનમોહ અને અનંતાનુબંધીની કર્મપ્રકૃતિ ઉપશમાદિ અવસ્થા અવશ્ય પામે જ.).
(૫) શ્રી સમયસાર ગા. ૩૧૪, ૩૧૫ના ભાવાર્થમાં કહ્યું છે કે જ્યાં સુધી આત્મા પોતાના અને પરના સ્વલક્ષણને જાણતો નથી ત્યાં સુધી તે ભેદજ્ઞાનના અભાવને લીધે કર્મપ્રકૃતિના ઉદયને પોતાના સમજી *પરિણમે છે; એ રીતે મિથ્યાષ્ટિ, અજ્ઞાની અસંયમી થઈને, કર્તા થઈને કર્મોનો બંધ કરે છે; અને જ્યારે આત્માને ભેદજ્ઞાન થાય છે ત્યારે તે કર્તા થતો નથી તેથી કર્મનો બંધ કરતો નથી, જ્ઞાતાદષ્ટપણે પરિણમે છે.
(૬) શ્રી સમયસાર ગા. ૩૧૬ના ભાવાર્થમાં કહ્યું છે કેઅજ્ઞાનીને તો શુદ્ધ આત્માનું જ્ઞાન નથી તેથી જે કર્મ ઉદયમાં આવે તેને
૧. કર્મોદયને વશ પરિણમવું કહો કે કર્મપ્રકૃતિના ઉદયને પોતાનો સમજી પરિણમવું
કહો એ બન્ને એકાર્થ વાચક છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com