________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮]
[દ્રવ્યસંગ્રહ ભગવાન કુંદકુંદાચાર્યદેવ શ્રી સમયસાર ગા. ૧૧માં ફરમાવે છે કે વ્યવહારનય અભૂતાર્થ છે અને શુદ્ધનય ભૂતાર્થ છે, એમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે. જે જીવ ભુતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે-થાય છે. કર્મનો સ્વભાવ જ એવો છે કે જીવ જ્યારે આ ગાથામાં કહ્યા પ્રમાણે પુરુષાર્થ કરે ત્યારે તેની અવસ્થા ઉપશમાદિરૂપ થયા વિના રહે જ નહિ.
(૨) સમયસાર કળશ નં. ૧રમાં કહ્યું છે કે જગતના પ્રાણીઓ એ સમ્યક્રસ્વભાવનો અનુભવ કરો. કારણ કે, ત્રણે કાળના કર્મોના બંધને પોતાના આત્માથી તત્કાળ શીઘ્ર ભિન્ન કરીને, મિથ્યાત્વને પોતાના બળથી (પુરુષાર્થથી) રોકીને નાશ કરીને-અંતરંગમાં પોતાના આત્માનો અનુભવ કરી શકાય છે.
(૩) અનાદિના કર્મબંધના કારણે નહિ પણ અનાદિબંધના વિશે પર સાથે એકપણાના નિશ્ચયથી જીવ મૂઢ –અજ્ઞાની છે, પણ ભેદજ્ઞાનમાં પ્રવીણપણું કરવાથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. કર્મ કંઈ જીવને આત્મજ્ઞાન કરતાં રોકતું નથી, તે તો જડ છે. પોતે કોણ અને જીવ કોણ, તેની તો તેને ખબર પણ નથી. માટે કર્મનો દોષ કાઢવો તે અન્યાય છે. જો કર્મનો દોષ હોત તો જીવોને ભગવાન ઉપદેશ ન આપત; પણ જીવોનો જ દોષ છે; તેથી ભગવાને દોષ બતાવી તે દોષ ટાળવા માટે પરનો આશ્રય છોડી, સ્વનો આશ્રય કરવાનો ઉપદેશ જીવોને આપ્યો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com