________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષનાં ભેદ અને લક્ષણ ]
[૧૦૫ વીતરાગભાવ છે, તેથી કારણમાં પણ ભેદ છે. હવે એવો ભાવ અજ્ઞાનીને ભાસતો નથી તેથી મોક્ષતત્ત્વનું પણ તેને સાચું શ્રદ્ધાન નથી. (૩) જેને એક તત્ત્વની શ્રદ્ધામાં ભૂલ હોય તેને બધાં તત્ત્વોની શ્રદ્ધામાં ભૂલ હોય એમ સમજવું.
૩. મુક્ત આત્માના સુખની પ્રસિદ્ધિ માટે શરીર-સુખનું સાધન હોવાની વાતનું ખંડના:- ખરેખર આ આત્માને સશરીર અવસ્થામાં પણ શરીર-સુખનું સાધન થતું જ્ઞાનીઓ દેખતા-અનુભવતા નથી. સશરીર અવસ્થામાં પણ આત્મા જ સુખરૂપ પરિણતિએ પરિણમે છે. ઇન્દ્રિયસુખનું પણ વાસ્તવિક કારણ આત્માનો જ અશુદ્ધ સ્વભાવ છે. તેમાં દેહ કારણ નથી. જો કે અજ્ઞાનીઓ “વિષયો સુખનાં સાધન છે” એવી બુદ્ધિ વડે વિષયોનો ફોગટ અધ્યાસ (આશ્રય) કરે છે, તોપણ સંસારમાં કે મુક્તિમાં સ્વયમેવ પરિણમતા આ આત્માને વિષયો શું કરે છે? અકિંચિકર છે-કાંઈ કરતાં નથી. અજ્ઞાનીઓ વિષયોને સુખનાં કારણ માનીને નકામા તેમને અવલંબે છે.
૧. મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ર૩૭. સિદ્ધ અવસ્થામાં દુઃખના અભાવની સિદ્ધિ માટે જુઓ,
મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૭૬. ૨. પ્રવચનસાર ગા. ૬૫ થી ૬૮ તથા ટીકા પૃ. ૯૭ થી ૧૦૩.
બૃ. દ્રવ્યસંગ્રહ ગા. ૩૭. ટીકા પૃ. ૧૩૯-૧૪).
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com