________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવસંવરના ભેદ]
[૯૯ ૭. નિશ્ચય પરિષહજયઃ- દુઃખનાં કારણો મળતાં દુઃખી ન થાય તથા સુખના કારણો મળતાં સુખી ન થાય, પણ શેયરૂપથી તેનો જાણવાવાળો જ રહે એ જ સાચો પરિષહજય છે.
૮. નિશ્ચય ચારિત્ર:- નિશ્ચયથી તો નિષ્કષાય ભાવ છે તે જ સાચું ચારિત્ર છે. જે સદા પ્રત્યાખ્યાન કરે છે, સદા પ્રતિક્રમણ કરે છે અને સદા આલોચના કરે છે, તે આત્મા પોતામાં જ-જ્ઞાનસ્વભાવમાં જ નિરંતર ચરતો હોવાથી ( વિચરતો-આચરણ કરતો હોવાથી) ચારિત્ર છે અને ચારિત્ર સ્વરૂપ વર્તતો થકો પોતાને-જ્ઞાનમાત્રને ચેતતો હોવાથી પોતે જ જ્ઞાનચેતના છે. ચારિત્ર તે ખરેખર ધર્મ છે.
૯. પાપ સંવર સંબંધી સ્પષ્ટતા -
પ્રશ્ન:- છં. દ્રવ્યસંગ્રહની ગા. ૩પની ટીકામાં કહ્યું છે કે – “વ્રતથી શરૂ કરી ચારિત્ર સુધી સર્વેનું જે વ્યાખ્યાન કર્યું તેમાં નિશ્ચયરત્નત્રયસાધક વ્યવહારરત્નત્રયરૂપ શુભોપયોગનાં પ્રતિપાદક જે વાક્યો છે, તે તો “પાપઆગ્નવના સંવરનું કારણ જાણવું,” તેનો શું અર્થ છે?
ઉત્તરઃ- (૧) શ્રી પંચાસ્તિકાય ગા. ૧૪૧માં પાપાન્સવના સંવરનું સ્વરૂપ આપ્યું છે ત્યાં શ્રી કુંદકુંદાચાર્યદવ કહે છે કે “સારી રીતે માર્ગમાં રહીને ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો જેટલો નિગ્રહ કરે છે તેટલું પાપામ્રવનું છિદ્ર બંધ થાય છે.”
૧. સમયસાર ગા. ૩૮૬, પૃ. ૫૪૯-૫૦, પ્રવચનસાર ગા. ૭.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com