________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮ ]
[દ્રવ્યસંગ્રહ
,
૩. નિશ્ચય સમિતિ:- અભેદ અનુપચાર` રત્નત્રયરૂપી માર્ગે ૫૨મધર્મી એવા (પોતાના ) આત્મા પ્રત્યે સમ્યક્ ‘ઈતિ ' અર્થાત્ પરિણતિ તે સમિતિ છે; અથવા નિજ પરમતત્ત્વમાં લીન સહજ પરમજ્ઞાનાદિક પરમધર્મોની સંહિત (મિલન સંગઠન ) તે સમિતિ છે.
૪. નિશ્ચય ગુતિ:- નિશ્ચયથી સહજ શુદ્ધાત્મ ભાવના લક્ષણ ગૂઢસ્થાનમાં સંસારકારણ રાગાદિના ભયથી સ્વાત્મામાં ગોપન, (પ્રચ્છાદન, સંપન, પ્રવેશન, રક્ષણ ) તે ગુપ્તિ છે.
૫. નિશ્ચય ધર્મ:- (૧) નિશ્ચયથી સંસારમાં પડતા આત્માને ધારણ કરે એવી વિશુદ્ધ જ્ઞાન-દર્શનલક્ષણ નિજશુદ્ધાત્માની ભાવના તે ધર્મ છે. (૨) પદાર્થ ઈષ્ટ-અનિષ્ટ ભાસતાં ક્રોધાદિ થાય છે. જ્યારે તત્ત્વજ્ઞાનના અભ્યાસથી કોઈ ઈષ્ટ-અનિષ્ટ ન ભાસે ત્યારે સ્વયં ક્રોધાદિ ઊપજતાં નથી અને ત્યારે જ સાચો ધર્મ થાય છે. નિશ્ચયધર્મ તો વીતરાગ ભાવ છે.
૩
૬. નિશ્ચય અનુપ્રેક્ષાઃ- જેવો પોતાની તથા શરીરાદિકનો સ્વભાવ છે તેવો ઓળખી, ભ્રમ છોડીને, તેને ભલાં જાણી રાગ ન કરવો તથા બૂરાં જાણી દ્વેષ ન કરવો એવી સાચી ઉદાસીનતા અર્થ અનિત્યાદિનું યથાર્થ ચિંતવન કરવું એ જ સાચી અનુપ્રેક્ષા છે.
૧. નિયમસાર ગા. ૬૧ પૃ. ૧૧૯.
૨. બૃ. દ્રવ્યસંગ્રહ પૃ. ૯૦.
૩. મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૨૩૨.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com