________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬]
[દ્રવ્યસંગ્રહ આદિ કાર્યરૂપ પરિણામોને છોડી આત્માનુભવરૂપ કાર્યમાં પ્રવર્તે તે કાળમાં તેને શુદ્ધોપયોગી જ કહીએ છીએ. જોકે અહીં કેવળજ્ઞાનગોચર સૂક્ષ્મ રાગાદિક છે તોપણ તેની અહીં વિવેક્ષા નથી, પણ પોતાની બુદ્ધિગોચર રાગાદિ છોડ્યા એ અપેક્ષાએ તેને શુદ્ધોપયોગી કહ્યો છે. xx નીચલી દશામાં દ્રવ્યાનુયોગ અપેક્ષાએ તો કદાચિત શુદ્ધોપયોગ થાય €9. XXX
(૩) વળી કોઈ ઠેકાણે મુખ્યતાની અપેક્ષાએ વ્યાખ્યાન હોય તેને સર્વ પ્રકારરૂપ ન જાણવું. જેમ મિથ્યાદષ્ટિ અને સાસાદન ગુણસ્થાનવાળા જીવોને પાપજીવ કહ્યા, તથા અસંયતાદિ ગુણસ્થાનવાળા જીવોને પુણ્ય જીવ કહ્યા, એ તો મુખ્યતાથી એમ કહ્યું છે પણ તારતમ્યતાથી તો બંનેમાં યથાસંભવ પાપ-પુણ્ય હોય છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ જાણવું.
બુ. દ્રવ્યસંગ્રહ ગાથા ૩૪ ટીકામાં તથા પ્રવચનસારાદિ શાસ્ત્રોમાં ગુણસ્થાનોના સંક્ષેપથી ત્રણ વિભાગરૂપે-અશુભોપયોગ, શુભોપયોગ તથા શુદ્ધોપયોગનું જે કથન જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં તે મુખ્યતાની અપેક્ષાએ છે એમ સમજવું, સર્વ પ્રકારે ન સમજવું. ૩૪.
૧. મોક્ષમાર્ગ પ્રકાશક અધિકાર ૮, પૃ. ૨૮૮. ૨. મોક્ષમાર્ગ પ્રકાશક અધિકાર ૮, પૃ. ૨૮).
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com