________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવસંવર અને દ્રવ્યસંવરનું લક્ષણ ]
[૯૫ સમયસાર તથા ચારિત્ર પ્રાભૃતમાં કહેલ છે. શ્રી અમૃતચંદ્રાચાર્ય સમયસારમાં, શ્રી જયસેન આચાર્ય સમયસાર તથા પ્રવચનસારમાં અને શ્રી પદ્મપ્રભમલધારિદેવ નિયમસારની ટીકામાં પણ તેમ જ કહે છે.
(૩) છઠે ગુણસ્થાને - અહીં ત્રણ કષાયનો અભાવ હોય છે એટલી શુદ્ધ પરિણતિ નિરંતર છે. અને જેટલી અશુદ્ધિ છે તે શુભોપયોગરૂપ છે.
(૪) સાત-આઠ-નવ-દસ ગુણસ્થાનના અંત સુધી શુદ્ધોપયોગ સાથે રાગ (અબુદ્ધિપૂર્વક) હોય છે, તોપણ મુખ્યતાની અપેક્ષાએ શુદ્ધોપયોગ કહ્યો છે અને શુભભાવને ગૌણ ગણી તેને કહ્યો નથી.
આ સંબંધી કથન પદ્ધતિઃ- (૧) નીચલી દશામાં કોઈ જીવોને શુભોપયોગ અને શુદ્ધોપયોગનું યુક્તપણું હોય છે. ( તેથી વ્રતાદિ શુભોપયોગને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે, પણ વસ્તુ વિચારતાં શુભોપયોગ મોક્ષનો ઘાતક જ છે.)
(૨) દ્રવ્યાનુયોગમાં શુદ્ધોપયોગ કરવાનો જ મુખ્ય ઉપદેશ છે. માટે ત્યાં છદ્મસ્થ જીવ જે કાળમાં બુદ્ધિગોચર ભક્તિ આદિ અને હિંસા
- જયસેનજી. સામાયિક કાળાદિ પ્રસંગે શુદ્ધોપયોગ શ્રાવકને કહ્યો છે. ૧. ૪-૫-૬ ગુણસ્થાનોને નીચલી દશા કહેવામાં આવે છે. ૭મા ગુણસ્થાનથી
શુદ્ધોપયોગ જ કહેવાય છે. ૨. મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૨૬O.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com