________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦
૪૯
નીચે જલમેં મેલ બેસી ગયો છે, નીકળી ગયો નથી, ઐસે આત્માનેં ઈ સમ્યગ્દર્શનમેં ઉપશમ, પ્રકૃતિકા ઠરના-ઠરના અંદર વહ ઉપશમ હુઆ, પ્રકૃતિકા અભાવ(ક્ષય ) નહીં હુઆ હૈ, સમજમેં આયા ?
એક દાખલો યાદ આવ્યો અમારે પાલેજમાં, મનસુખને ખબર નો હોય એનાં પહેલાંની તારા જનમ પહેલાંની વાત છે, એક વખાર હતી ને વખાર પાછળ છે ને તેની નીચે એક સર્પ ગ૨ી ગયેલો મોટો, ઘણાં વરસની વાત છે એનાં પહેલાંની વાત છે અમારે ત્યાં ( પાલેજમાં ) દુકાન હતી ને ! વખાર મોટી, સર્પ મોટો, કાઢવો શી રીતે ? ઘણાં લોકો આવી ચડયા તેમાં કો 'ક મોટો હશે ને તેણે કહ્યું ટાઢું પાણી છાંટો ( શ્રોતાઃ ) પાણી છાંટે તો રહે નહીંને મરે નહીં ( સર્પ ) મરી પણ ન જાય અને નીકળી જાય, પાછળ વખાર હતી ને ત્યાં નીચે સર્પ, તારો જન્મ તો ચીમોતે૨માં થયો, એનાં પહેલાંની વાત છે. ઈ સર્પ, મોટો સર્પ હવે તેને પકડવો શી રીતે ? અને નીચે શું કહેવાય ? હડફો-હડફો ! હડફો એટલે લાકડાનો–લાકડાની પેટી, હવે લાકડાની પેટીમાં માલ ( પેટી )ઉપાડવી શી રીતે ? સમજાણું ? કોઈએ કહ્યું કે પાણી છાંટો પહેલા પાણી છાંટયા પછી પકડો, એમ આ પ્રકૃતિને ઉપશમ પાણી છાંટયું પહેલું ( એ ઉપશમ ) સમજમાં આવ્યું?
દર્શનમોહની પ્રકૃતિ ને ચારિત્રમોહની પ્રકૃતિ ઉપર પાણી છાંટયું, ઉપશમ કર્યું પહેલું (પ્રકૃતિ શાંત થઈ ગઈ ) અભાવ કર્યો નથી, એવું પર્યાયમાં ઉપશમ, યાદ આવી ગયું (દૃષ્ટાંત ) સમજમાં આવ્યું ? ઐસા સમ્યગ્દર્શન, (દેષ્ટાંત ) ઘણી વખત યાદ આવતું.
ઉપશમ સમ્યગ્દર્શન પહલે કહા દેખો ! ઉસમેં દોહી લે લેના, ઔપમિકકા દો પ્રકાર-ઐસા લેના એક ઉપશમસમ્યગ્દર્શન ઔર ઉપશમચારિત્ર-દો પ્રકાર યહુ ક્ષાયોપશમિકકા અઢાર પ્રકાર-તત્ત્વાર્થસૂત્રમેં અઢાર (પ્રકાર) દિયા હૈ. (મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય એ ચાર જ્ઞાન, કુમતિ, કુશ્રુત, કુઅવધિ એ ત્રણ અજ્ઞાન ચક્ષુ, અચક્ષુ, અવધિ એ ત્રણ દર્શન, ક્ષાયોપશમિક દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્ય એ પાંચ લબ્ધિ, એમ ચાર+ત્રણ+ત્રણ અને પાંચ ભેદો તેમજ ક્ષાયોપશમિક ચારિત્ર અને સંયમા સંયમ, ક્ષાયોપમિકભાવના અઢાર ભેદ છે. ‘ તત્ત્વાર્થસૂત્ર ’ ઐસે અઢાર ભાવ હૈ યે તત્ત્વાર્થસૂત્રમેં હૈ ઔર ક્ષાયિકકા નવ બોલ હૈ (કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિકદાન, ક્ષાયિકલાભ, ક્ષાયિકભોગ, ક્ષાયિક ઉપભોગ, ક્ષાયિક વીર્ય તથા ‘ય’ કહેતાં ક્ષાયિકસમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર–એમ ક્ષાયિકભાવના નવ ભેદ છે ‘ તત્ત્વાર્થસૂત્ર અ. ૨. સૂત્ર ૪ ’) ઔર ઉદયના એકવીસ બોલ હૈ. તત્ત્વાર્થ સૂત્રકે (તિર્યંચ, નક, મનુષ્ય, દેવ એ ચાર ગતિ, ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય, સ્ત્રીવેદ, પુરુષવેદ, અને નપુંસકવેદ એ ત્રણ લિંગ, મિથ્યાદર્શન, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ તથા કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ, શુકલ એ છ લેશ્યા એમ ચાર+ચાર+ત્રણ+એક+એક+એક એક અને છ –એ બધા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com