________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૨૭ ૯૯ગાથા પહેલી અહીં શરૂ કરી 'તી ત્યારે છ દિવસ ચલી 'તી. સવારની. આહાહા! ભઈ આ તો માખણ છે હવે, એને કાળ લાંબો ન જોઈએ હવે એમ કહે છે. સમજાણું કાંઈ ? આહાહા ! ભગવાન આત્માને, એની પર્યાય જે જ્ઞાનની વર્તમાન વર્તે છે એને પરસનુખમાં જાણવામાં રોકાણી છે, છોડી દે એ આહાહા! એ જ્ઞાનની પર્યાયને સ્પશેયમાં લાવ આહાહા! ત્યારે એ આત્મા જેવડો છે, પૂરણ એવડો એને જ્ઞાનમાં શેયપણે જણાય એ જ્ઞાનને સમ્યજ્ઞાન કહીએ, એ જ્ઞાનને સમ્યગ્દર્શન કહીએ, અને એ જ્ઞાનમાં ઠરવું એને ચારિત્ર કહીએ આહાહા !
લ્યો (બસો) એકોતેર થયો...!!
*
*
*
*
*
પ્રવચન નં. - ૬ કળશ - ૨૭૧ તા. ૨૯-૭-૭૭
કળશટીકા બસ્સો એકોતેર કળશ પહેલું મૂકી દીધું હતું પણ એમાં આવી ગયું બધું. વાત આવી ગઈ છે.
योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव। શેયો શેયજ્ઞાનવત્તોનવાન જ્ઞાનશેયજ્ઞાતૃમસ્તુમાત્ર: (૮-૨૭૧)
ભાવાર્થ ઇસ પ્રકાર છે. પહેલેથી જ ભાવાર્થ લીધો. કીધા પહેલાં એને શું કહેવું છે ને એને જરીક સ્પષ્ટ કરવા સાટુ.
શેય-જ્ઞાયક સંબંધકે ઉપર બહુત ભ્રાંતિ ચલતી હૈ આ વાત ઉપાડી એમ કે પરદ્રવ્ય શેય હૈ ને આત્મા જ્ઞાન હૈ, ઐસા ભ્રાંતિ ચલતી હૈ. પરશેય હૈ યહ તો વ્યવહાર જોય હૈ. નિશ્ચયમેં તો અપના જ્ઞાનકી પર્યાયમેં જો છ દ્રવ્યના જ્ઞાન હોતા હૈ, એ અપના જોય ને અપના જ્ઞાન ને અપના જ્ઞાતા હૈ. આહાહા ! જેમ પહેલે કહ્યું કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વો હિ હૈ. દ્રવ્ય હૈ યે હિ હૈ, ક્ષેત્ર ભી યે હિ હૈ, કાળ ભી યે હિ હૈ, દ્રવ્ય ભિન્ન, ક્ષેત્ર ભિન્ન, કાળ ભિન્ન, ભાવ ભિન્ન ઐસા નહિ. આહાહા !
વસ્તુ દ્રવ્ય જે અનંત ગુણકા ભંડાર દ્રવ્ય. એ દ્રવ્ય એ જ અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર ઓ હિ ત્રિકાળ અને ઓ હિ ભાવ. ભાવ જેમ કેરીની અંદર વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-વર્ણ કહો તો ઈ, ગંધ કહો તો ય ઈ, અને રસ કહો તો ય ઈ અને સ્પર્શ કહો તો ય ઈ. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ જુદા હૈ કેરીમેં, કેરી આમ-આમ,ઐસા નહિં. આહાહા ! ઐસે આત્મા દ્રવ્ય એટલે અનંત ગુણકા પિંડ પ્રભુ દ્રવ્ય, ઓ હિ અસંખ્ય પ્રદેશી દ્રવ્ય હૈ વો હિ ક્ષેત્ર હૈ, અને જે અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર હૈ વો હિ દ્રવ્ય હૈ, અને જો અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર હૈ વો હિ ત્રિકાળકાળ હૈ, અને વો હિ ત્રિકાળ ભાવ હૈ. આહાહા! સમજમેં આયા? ચાર પ્રકારના ભેદ ભી નિકાલ દીયા- આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com