________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬
ધ્યેયપૂર્વક શેય જ્ઞાન, તે જ જ્ઞાતા ત્રણ અભેદ થઈને વસ્તુ એક અખંડ કહેવામાં આવે છે, એ સમ્યગ્દર્શનના વિષયમાં આવી અભેદવસ્તુ છે. આહાહા ! સમજાણું કાંઈ ?
અત્યારે તો કહે છે કે નવતત્ત્વની શ્રદ્ધા કરો ને, દેવ અરિહંત, ગુરુ નિગ્રંથ કેવળીએ પ્રરૂપેલો ધર્મ તે સત્ય તેની શ્રદ્ધા ઈ સમકિત, એવું છે નહીં. આહા ! એવું તો અનંત વાર કર્યું છે આહાહા ! અપૂર્વ ભગવાન આત્મા આખો શેય આખા જ્ઞાનનો શેય. આહાહા ! ઈ આખો જ્ઞાતા એકરૂપ વસ્તુ જેમાં વચનનો ભેદ પણ રહેતો નથી. એવી ચીજની દૃષ્ટિ ક૨વી એનું નામ અનુભવ કરવો ને એનું નામ સમ્યગ્દર્શન છે આહ્વાહા !
હજી તો શું કહેવાય ઈ પકડવું કઠણ પડે ઓલું તો સહેલું સટ, જાવ ગૃહસ્થ હોય તો પૈસા ખર્ચો, ધર્મધુરંધરનું નામ આપે. શરીરનો બળીયો અપવાસ કરી નાખે. ઈ તપસી કહેવાય, મનનો બળીયો હોય તો વાતું કરે શાસ્ત્રની.
ચૈતન્ય પ્રભુ પોતે જ શેય થઈને જ્ઞાનમાં જણાય, પોતે શાતા થઈને શેયમાં પોતે જ્ઞાતા જણાય આહાહા ! જ્ઞાતા તે શેય, જ્ઞાન તે શેય ને શેય તે શેય એવી અભેદવસ્તુની દૃષ્ટિ થવી, એવું જ વસ્તુનું સ્વરૂપ છે અંદરમાં એવી ચીજની દૃષ્ટિ થવી એનું નામ ધર્મની પહેલી દશા. સમ્યગ્દર્શન ત્યારે કહેવામાં આવે છે. આવો મારગ આ નવો કાઢયો નહીં હોયને આવો ? ( શ્રોતાઃ નવો જ છે... !)
એ આવું તો અમે સાંભળતા નહોતા જયાં જઈએ ત્યાં- સ્થાનકવાસીમાં હોય તો કહે સામાયિક કરો, પોહા કરો, પડિકમણાં કરો, દેરાવાસીમાં હોય તો કે ભાઈ જાત્રા કરો ચૈત્ર સુદ પૂનમની, કારતક સુદ પૂનમની, શૈત્રુંજયની, સમેદશિખરની જાત્રા કરો, પૈસાવાળા હોય તો ગરીબના આંસુ લુછો, વિધવાના આંસુ લુછો, ભૂખ્યાને અનાજ આપો, તરસ્યાને પાણી આપો, નાગાને વસ્ત્ર આપો, રોગીને ઔષધ આપો એવું તો સાંભળતા 'તા ? એ બધી વાતું ભ્રમણા છે. કોણ આપે ને કોણ લ્મે ? આહાહા !
આંહી તો ૫૨ને જાણવું એ પણ જ્યાં આત્માના સ્વભાવમાં નથી આહાહા ! એકલું ૫૨ને જાણવું એટલો પણ આત્માનો સ્વભાવ નથી એમ કહે છે. એવાં એવાં તો જાણવાની પર્યાયો ગુણમાં જ્ઞાતામાં અનંતી પડી છે આહાહા ! એ સ્વને જ્યારે શેય બનાવે, ત્યારે તેનું પૂર્ણ રૂપ જ્ઞાનમાં આવે ત્યારે તેને વાસ્તવિક આત્મા તેના જ્ઞાનમાં જણાય એમાં જાણવામાં આવે અને પ્રતીત થાય તેનું નામ સમ્યગ્દર્શન છે ( શ્રોતાઃ નિર્વિકલ્પ દશામાં થાય) હા, નિર્વિકલ્પ હોય ભેદ નથી રહેતો, ત્યાં આહાહા ! બહુ શ્લોક સરસ હતો.
લ્યો ! શ્લોક પૂરો થયો...
(શ્રોતાઃ રાજકોટમેં છ પ્રવચન કિયે થે ?) હૈં (શ્રોતાઃ રાજકોટમાં છ પ્રવચન કર્યાં હતાં ) નવાણું ગાથાના છ દિવસ ચાલી હતી. એ તો પહેલાં વહેલા તો બધુ નાખવું પડે ને? હવે તો અહીં વર્ષ થઈ ગયા કેટલા, માખણ-માખણ હોય ને એમાંથી નીકળે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com