________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૩૨૦ શક્તિની વ્યક્તિ થાય છે ત્યારે આ જીવ સહજ - શુદ્ધ - પારિણામિકભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્યનાં સભ્યશ્રદ્ધાન – જ્ઞાન -અનુચરણરૂપ પર્યાયે પરિણમે છે. તે પરિણમન આગમ - ભાષાથી “ઓપશમિક” “ક્ષાયોપથમિક” તથા “ક્ષાયિક' એવા ભાવત્રય કહેવાય છે. અને અધ્યાત્મભાષાથી “શુદ્ધાત્માભિમુખ પરિણામ', “શુદ્ધોપયોગ” ઈત્યાદિ પર્યાયસંજ્ઞા પામે છે.
તે પર્યાય શુદ્ધપારિણામિકભાવલક્ષણ શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. શા માટે..? ભાવનારૂપ હોવાથી. શુદ્ધ પારિણામિક (ભાવ) તો ભાવનારૂપ નથી. જો (તે પર્યાય ) એકાંતે શુદ્ધ - પારિણામિકથી અભિન્ન હોય, તો મોક્ષનો પ્રસંગ બનતાં આ ભાવનારૂપ મોક્ષકારણભૂત (પર્યાય)નો વિનાશ થતાં શુદ્ધ - પારિણામિકભાવ પણ વિનાશને પામે. પણ એમ તો બનતું નથી (કારણ કે શુદ્ધપારિણામિકભાવ તો અવિનાશી છે.)
માટે આમ ઠર્યું- શુદ્ધ પારિણામિકભાવવિષયક (શુદ્ધ પારિણામિકભાવને અવલંબનારી) જે ભાવના તે-રૂપ જે ઔપશમિકાદિ ત્રણ ભાવો તેઓ સમસ્ત રાગાદિથી રહિત હોવાને લીધે શુદ્ધઉપાદાન- કારણભૂત હોવાથી મોક્ષકારણ (મોક્ષનાં કારણ) છે, પરંતુ શુદ્ધપારિણામિક નહિ (અર્થાત શુદ્ધપારિણામિકભાવ મોક્ષનું કારણ નથી).
જે શક્તિરૂપ મોક્ષ છે તે તો શુદ્ધપારિણામિક છે, પ્રથમથી જ વિદ્યમાન છે. આ તો વ્યક્તિરૂપ મોક્ષનો વિચાર ચાલે છે.
એવી જ રીતે સિદ્ધાંતમાં કહ્યું છે કે “નિયિ : દ્ધપરિણાનિ:” અર્થાત શુદ્ધપારિણામિક (ભાવ) નિષ્ક્રિય છે. નિષ્ક્રિયનો શો અર્થ છે..?(શુદ્ધપારિણામિક ભાવ) બંધના કારણભૂત જે ક્રિયા - રાગાદિપરિણતિ, તે - રૂપ નથી અને મોક્ષના કારણભૂત જે ક્રિયા - શુદ્ધભાવનાપરિણતિ, તે - રૂપ પણ નથી. માટે એમ જાણવામાં આવે છે કે શુદ્ધપારિણામિકભાવ ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી. શા માટે...? કારણ કે ધ્યાન વિનશ્વર છે. (અને શુદ્ધપારિણામિકભાવ તો અવિનાશી છે). શ્રી યોગીન્દ્રદેવે પણ કહ્યું છે કે “વિ ૩૫M - વિ નર વંધુ મોરવુ રેડ્ડા પરમત્યે નોક્યા નિવર પ્રહ મળેફા”(અર્થાત્ હે યોગી..! પરમાર્થે જીવ ઊપજતો પણ નથી, મરતો પણ નથી અને બંધ - મોક્ષ કરતો નથી – એમ શ્રી જિનવર કહે છે.)
વળી તે સ્પષ્ટ કરવામાં આવે છે:- વિવણિત – એકદેશ - શુદ્ધ નયાશ્રિત આ ભાવના (અર્થાત્ કહેવા ધારેલી આંશિક શુદ્ધિરૂપ આ પરિણતિ) નિર્વિકાર - સ્વસવેદનલક્ષણ ક્ષાયોપથમિકશાનરૂપ હોવાથી જો કે એકદેશ વ્યક્તિરૂપ છે. તો પણ ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે “જે સકલનિરાવરણ-અખંડ-એક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com