________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધ્યેયપૂર્વક શેય નિર્જરાને પણ જાણે છે.
સર્વવિશુદ્ધ - પારિણામિક - પરમભાવગ્રાહક શુદ્ધ – ઉપાદાનભૂત શુદ્ધ દ્રવ્યાર્થિકનયે જીવ કર્તત્વ - ભોકતૃત્વથી તથા બંધ- મોક્ષનાં કારણ ને પરિણામથી શૂન્ય છે એમ સમુદાયપાતનિકામાં કહેવામાં આવ્યું હતું. પછી ચાર ગાથા દ્વારા જીવનું અકર્તુત્વગુણના વ્યાખ્યાનની મુખ્યતાથી સામાન્ય વિવરણ કરવામાં આવ્યું. ત્યાર પછી ચાર ગાથા દ્વારા “શુદ્ધને પણ જે પ્રકૃતિ સાથે બંધ થાય છે તે અજ્ઞાનનું માહાભ્ય છે.” એમ અજ્ઞાનનું સામર્થ્ય કહેવારૂપે વિશેષ વિવરણ કરવામાં આવ્યું. ત્યાર પછી ચાર ગાથા દ્વારા જીવનું અભોકતૃત્વગુણના વ્યાખ્યાનની મુખ્યતાથી વ્યાખ્યાન કરવામાં આવ્યું. ત્યાર પછી બે ગાથા કહેવામાં આવી જેના દ્વારા, પૂર્વે બાર ગાથામાં શુદ્ધ નિશ્ચયથી કર્તુત્વ-ભોકતૃત્વના અભાવરૂપ તથા બંધ- મોક્ષનાં કારણ ને પરિણામના અભાવરૂપ જે વ્યાખ્યાન કરવામાં આવ્યું હતું તેનો જ ઉપસંહાર કરવામાં આવ્યો.આ રીતે સમયસારની શુદ્ધાત્માનુભૂતિ લક્ષણ “તાત્પર્યવૃત્તિ” નામની ટીકામાં મોક્ષાધિકાર સંબંધી ચૂલિકા સમાપ્ત થઈ. અથવા બીજી રીતે વ્યાખ્યાન કરતાં, અહીં મોક્ષાધિકાર સમાપ્ત થયો.
વળી વિશેષ કહેવામાં આવે છે:
ઔપશમિકાદિ પાંચ ભાવોમાં કયા ભાવથી મોક્ષ થાય છે તે વિચારવામાં આવે છે.
ત્યાં પથમિક, લાયોપશમિક, ક્ષાયિક અને ઔદયિક એ ચાર ભાવો પર્યાયરૂપ છે. અને શુદ્ધ પારિણામિક (ભાવ) દ્રવ્યરૂપ છે. એ પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્ય પર્યાય&ય (દ્રવ્ય અને પર્યાયનું જોડકું) તે આત્મા - પદાર્થ છે.
ત્યાં પ્રથમ તો જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ પ્રકારના પરિણામિક ભાવોમાં, શુદ્ધજીવત્વ એવું જે શક્તિલક્ષણ પારિણામિકપણું તે શુદ્ધદ્રવ્યાર્થિકનયાશ્રિત હોવાથી નિરાવરણ અને “શુદ્ધ પારિણામિક ભાવ” એવી સંજ્ઞાવાનું જાણવું; તે તો બંધ - મોક્ષપર્યાયપરિણતિરહિત છે. પરંતુ જે દશપ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વ-અભવ્યત્વદ્રય તે પર્યાયાર્થિકનયાશ્રિત હોવાથી અશુદ્ધ પારિણામિકભાવ' સંજ્ઞાવાળાં છે. પ્રશ્ન: “અશુદ્ધ” કેમ...? ઉત્તર- સંસારીઓને શુદ્ધનયથી અને સિદ્ધોને તો સર્વથા જ દશપ્રાણરૂપ જીવત્વનો અને ભવ્યત્વ - અભવ્યત્વદ્રયનો અભાવ હોવાથી.
તે ત્રણમાં, ભવ્યત્વલક્ષણ પારિણામિકને તો યથાસંભવ સમ્યકત્વાદિ જીવગુણોનું ઘાતક “દેશઘાતી ” અને “સર્વઘાતી” એવાં નામવાળું મોહાદિકર્મસામાન્ય પર્યાયાર્થિકનયે ઢાંકે છે એમ જાણવું. ત્યાં, જ્યારે કાળાદિલબ્ધિના વિશે ભવ્યત્વ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com